ગુજરાત

gujarat

ETV Bharat / sports

વર્ષના અંત સુધી પ્રતિયોગીતામાં ઉતરવાની આશા છેઃ વિજેન્દ્ર સિંહ - વિજેન્દ્ર સિંહ

COVID-19 મહામારીના કારણે ભારતના બોક્સર વિજેન્દ્ર સિંહને પોતાના તમામ આયોજનો રદ કરવા પડ્યા છે. પરંતુ તેમને આશા છે કે, વર્ષના છેલ્લા 6 મહિનામાં તે રિંગમાં ઉતરી વર્તમાન કરિયર ફરી શરૂ કરી શકશે.

ETV BHARAT
વિજેન્દ્ર સિંહ

By

Published : Apr 6, 2020, 5:25 PM IST

હૈદરાબાદઃ 12 વખત મેળવેલી જીત સાથે વિજેન્દ્ર સિંહના અમેરિકામાં હોલ ઓફ ફેમર બોબ અરૂમના ટોચના પ્રચાર સાથે કરાર કરવામાં આવ્યા છે. જેનો ઘાતક કોવિડ-19ના પ્રકોપથી વિનાશ થયો છે.

વર્ષના અંતે મળશે તક

ઓલિમ્પિક પદક વિજેતા વિજેન્દ્ર સિંહે જણાવ્યું કે, હું મે મહિનામાં રિંગમાં ઉતરવાનો હતો, પરંતુ તાજેતરની સ્થિતિના કારણે હવે એ રદ કરવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, મને આશા છે કે, વસ્તુઓમાં સુધાર થશે અને મને વર્ષના અંતે લંડનની તક મળશે. મને લાગે છે કે આ કામ કરશે.

વિજેન્દ્ર સિંહ

દિલ્હીમાં ઘરે અભ્યાસ શરૂ

તેમણે કહ્યું કે, સ્વાભાવિક છે કે, હું નુકસાનમાં છું. તમે શાંતિ જાળવી રાખો અને પરિસ્થિતિ સામાન્ય થવાની રાહ જુઓ. તેમણે વધુમાં કહ્યું કે, તે ફિટ રહેવા માટે ઘરમાં અભ્યાસ કરે છે.

વિજેન્દ્ર સિંહ

તેમણે કહ્યું કે, મારે ઘરની બહાર અભ્યાસ કરવા ન જવું પડે, તે માટે ઘરમાં બધી વ્યવસ્થા છે. હું ખૂદ મારી ટ્રેનિંગ કરૂં છું, જે સામાન્ય નથી.

ABOUT THE AUTHOR

...view details