નવી દિલ્હી: કેન્દ્રીય ખેલ મંત્રાલય અને ભારતીય ઓલિમ્પિક સંઘે કોરોના વાયરસમા વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખી પ્રી ટોક્યો 2020 યાત્રા સ્થગિત કરી છે. કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ રવિવારે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.
આ દળમાં ખેલપ્રધાન,IOA અધ્યક્ષ નરેન્દ્ર બત્રા, મહાસચિવ રાજીવ મેહતા સિવાય ખેલ મંત્રાલયના સચિવ રાધે શ્યામ ઝુલનિયા, સાઇના નિદેશ સંદીપ પ્રધાન અને મુક્કેબાજી સંઘના અધ્યક્ષ અજય સિંહ સામેલ હતા. રિજિજૂ અને IOAના શીર્ષ અધિકારી આ મહીનાના અંતમાં આયોજીત ટોક્યો ઓલિમ્પિક ની તૈયારીઓના નિરક્ષણ માટે ટોક્યોની મુલાકાત લેવાના હતા. જોકે કોરોના વાયરસના કારણે તેમણે આ યાત્રા રદ કરી છે.