બર્મિંગહામઃ અનુભવી કુસ્તીબાજ વિનેશ ફોગાટે (Wrestler Vinesh Phogat) કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક લીધી છે. વિનેશે સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 53 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં શ્રીલંકાની ચામોદય કેશાનીને હરાવ્યો હતો. વિનેશે આ મેચ 4-0થી જીતી લીધી હતી. તેણીએ 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) 50 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો.
આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનો વગાડ્યો ડંકો, પેરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ
રવિ દહિયાએ પણ ગોલ્ડ જીત્યો હતો:ભારતના સ્ટાર રેસલર રવિ કુમાર દહિયાએ (Wrestler Ravi Kumar Dahiya) પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. આ તેનો પહેલો ગોલ્ડ મેડલ છે. રવિએ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં નાઇજીરિયાના એબીકેવેનિમો વિલ્સનને 10-0થી હરાવ્યો હતો. કુસ્તીમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે.
પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો:ભારતીય કુસ્તીબાજ પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો (Pooja Gehlot won bronze medal) હતો. તેણે ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાએ સ્કોટલેન્ડની ક્રિસ્ટેલ લેમોફેકને 12-2થી હરાવ્યું. કુસ્તીમાં ભારતનો આ સાતમો મેડલ છે.
આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનો વગાડ્યો ડંકો, પેરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ
ભારતના મેડલ વિજેતાઓ
- 11 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, મહિલા લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર , બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ ફોગાટ
- 11 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, પુરુષોની લૉન બોલ ટીમ
- 11 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત