બર્મિંગહામઃકોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ (Commonwealth Games 2022) થઈ ગઈ છે. 28 જુલાઈથી શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 8 ઓગસ્ટ સુધી ચાલશે. જેને લઈને ભારે ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી રહી છે. ભારતીય સમય અનુસાર 29 જુલાઈના રોજ (Commonwealth Games 2022 Opening Ceremony) બપોરે 12.30 વાગ્યે ઉદ્ઘાટન સમારોહ શરૂ થયો હતો. કોમનવેલ્થ ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ (CWG 2022) સ્ટાર શટલર પીવી સિંધુ અને મેન્સ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે કર્યું હતું.
આ પણ વાંચો:monsoon session 2022 :સાંસદોએ મચ્છરદાનીમાં વિતાવી રાત, સસ્પેન્શન સામે 50 કલાકનો વિરોધ
મહિલા એથ્લેટ સમાન રંગના કુર્તામાં: સિંધુ અને મનપ્રીત ભારતીય ટીમની સામે ત્રિરંગો પકડીને ધ્વજ ધારક તરીકે આગળ વધ્યા. બંનેના ચહેરા પર સ્મિત હતું, જેથી પાછળ દોડી રહેલા તમામ ભારતીય ખેલાડીઓ પણ આત્મવિશ્વાસથી ભરેલા દેખાતા હતા. ભારતીય ટુકડીમાં સામેલ તમામ પુરૂષ એથ્લેટ વાદળી શેરવાનીમાં અને મહિલા એથ્લેટ સમાન રંગના કુર્તામાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો:દેશના આ રાજ્યોમાં ભારે વરસાદના એંધાણ, હવામાન વિભાગની આગાહી
કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ: આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં દુનિયાભરના 72 દેશો ભાગ લઈ રહ્યા છે. આ વખતે પણ 213 ભારતીય ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓ આ વખતે વધુને વધુ મેડલ લાવીને દેશનું ગૌરવ વધારવાનું કામ કરશે તેવી અપેક્ષા છે. પ્રિન્સ ચાર્લ્સે કોમનવેલ્થ ગેમ્સની સત્તાવાર શરૂઆતની જાહેરાત કરી. આ સાથે જ ઉદ્ઘાટન સમારોહનો અંત આવ્યો. હવે 11 દિવસ સુધી, વિશ્વના 72 દેશોના એથ્લેટ્સ તેમની કીર્તિ ફેલાવતા જોવા મળશે, આ રમત 'આવો રમો અને હૃદયને જોડો' એવો સંદેશ આપે છે.