નવી દિલ્હીઃનેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ વેઈટલિફ્ટર સંજીતા ચાનુ પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. સંજીતાના ડોપિંગ ટેસ્ટમાં ખુલાસો થયો છે કે, તેણે એનાબોલિક સ્ટીરોઈડ ડ્રોસ્ટેનોલોન મેટાબોલિટનું સેવન કર્યું છે. આ સ્ટીરોઈડને વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA) દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં ગુજરાતમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં ચાનુને એનાબોલિક સ્ટીરોઈડ માટે પોઝીટીવ મળી આવ્યો હતો. જેના પર હવે વાડાએ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચોઃIPL 2023: આકાશ ચોપરા કોરોના પોઝિટિવ, IPLમાં એની કોમેન્ટ્રી બંધ
ગોલ્ડ મેડલ વિજેતાઃ યુ.એસ.માં યોજાયેલી 2017ની વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા પણ ચાનુને એનાબોલિક સ્ટીરોઈડ ટેસ્ટોસ્ટેરોન માટે પોઝિટિવ જોવા મળ્યો હતો. 2018માં ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ 2020માં તેના પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2014માં સંજીતાએ 48 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2018માં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. ચાનુએ 53 કિગ્રા વજન વર્ગમાં આ મેડલ જીત્યો હતો.