આંતરરાષ્ટ્રીય ફેડરેશના ચેરમેન અકાર્ડી વૉરકોવિચે જણાવ્યું કે, અંદાજે એક દાયકા પહેલા ફેડરેશને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) ના કેટલાક ખેલાડીઓની ELO રેટિંગ્સ દૂર કરી હતી. તેમજ રિકોર્ડને પણ દૂર કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ફેડરેશને શતરંજના ભારતીય ખેલાડીઓ પરથી હટાવ્યો પ્રતિબંધ - Federation
સ્પોર્ટસ ડેસ્ક: અખિલ ભારતીય શતરંજને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફેડરેશને ભારતીય ખેલાડીઓ પર લાગેલા પ્રતિબંધને દૂર કર્યો છે. તેમના ELO રેટિંગ્સને પણ પુન: સ્થાપિત કર્યા છે.
![આંતરરાષ્ટ્રીય ફેડરેશને શતરંજના ભારતીય ખેલાડીઓ પરથી હટાવ્યો પ્રતિબંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3411268-thumbnail-3x2-che.jpg)
પ્રતિબંધિત ખેલાડીઓમાંથી એક ગુરપ્રીત પાલ સિંહે મીડિયા સમક્ષ જણાવ્યું કે, આ મોટા સમાચાર છે. પ્રભાવિત ખેલાડીઓ માટે નહિ પરંતુ ભારતના બધા શતરંજ ખેલાડીઓ માટે છે. જે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને તેમના અધિકારીઓ પર મોટો ઝટકો છે. જેમણે કેટલાક ખેલાડીઓની કરિયરનો નાશ કર્યો હતો.
અન્ય પ્રતિબંધિત ખેલાડી કરુણ દુગ્ગલે કહ્યું કે, જે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF)ના અધિકારીઓએ અમારા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ અમારી ELO રેટિંગ પણ દૂર કરી હતી. તેમણે રાજીનામું આપવું જોઈએ, પરંતુ ફેડરેશનના નિવેદનમાં આ બાબતનો કોઈ ઉલ્લેખ નથી.