- આંનદ વિશ્વનાથનના પિતાનુ નિધન
- 92 વર્ષની ઉંમરે થયું નિધન
- પરીવારમાં શોકનો માહોલ
ચેન્નેઈ: પાંચ વાર વિશ્વ ચેસ ચેમ્પિયન બની ચૂકેલા વિશ્વનાથન આનંદના પિતા કે.વિશ્વનાથનનું ટૂંકી માંદગી બાદ ગુરુવારે નિધન થયું હતું.
92 વર્ષે નિધન
પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે, તે 92 વર્ષના હતા અને શહેરની સિટી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દક્ષિણ રેલ્વેના ભૂતપૂર્વ જનરલ મેનેજર, વિશ્વનાથનના બે પુત્રો અને એક પુત્રી છે.