નવી દિલ્હી: આર્જેન્ટિનાના પ્રખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસીએ ફિફા વર્લ્ડ કપ 2022 જીતનાર આર્જેન્ટીના ફૂટબોલ ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફને ખાસ ભેટ આપી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ગોલ્ડ પ્લેટેડ આઈફોન 14 અને લિયોનેલ મેસ્સીનો ફોટો દેખાઈ રહ્યો છે. આ કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લિયોનેલ મેસીએ વર્લ્ડ કપ 2022ની ચેમ્પિયન ટીમના ખેલાડીઓ સહિત સપોર્ટ સ્ટાફને આ iPhones ગિફ્ટ કર્યા છે. આ iPhonesની કિંમત કરોડો રૂપિયામાં હોવાનું કહેવાય છે. FIFA વર્લ્ડ કપ 2022 ની યજમાની કતાર દ્વારા કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી કતારમાં યોજાઈ હતી. 36 વર્ષની લાંબી રાહ બાદ આર્જેન્ટિનાએ FIFA વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો અને ટ્રોફી જીતી.
આ પણ વાંચો:IND Vs AUS 3rd Test: ઈન્દોર હોલકર સ્ટેડિયમની પીચ બેટિંગ માટે છે મુશ્કેલ: પૂજારા
લિયોનેલ મેસ્સીની કરી પ્રશંસા: સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં ગોલ્ડના આઇફોન અને લિયોનેલ મેસ્સીના ફોટા જોવા મળી રહ્યા છે. આ સાથે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, 'લિયોનેલ મેસીએ વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટિના ફૂટબોલ ટીમ અને સ્ટાફને 35 ગોલ્ડ પ્લેટેડ આઈફોન 14 ગિફ્ટ કર્યા છે.' આ iPhonesની કિંમત લગભગ 1.73 કરોડ રૂપિયા છે. ફોટામાં દેખાતા ગોલ્ડ પ્લેટેડ iPhone 14ની પાછળ ખેલાડીઓના નામ અને તેમના જર્સી નંબર પણ લખેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ તમામ 35 iPhone 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે અને આ iPhonesની પાછળ આર્જેન્ટિના ફૂટબોલ ટીમનો લોગો પણ બનાવવામાં આવ્યો છે. આ 35 iPhones 'iDesign' કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, iDesign ના CEOએ લિયોનેલ મેસ્સીના પગલાની પ્રશંસા કરી અને કહ્યું કે તે તેના ખૂબ સારા ગ્રાહક છે.
આ પણ વાંચો:વિરાટ કોહલીનો ફ્લોપ શો યથાવત, છેલ્લી 5 ઇનિંગ્સમાં માત્ર 121 રન બનાવ્યા
ફિફા વર્લ્ડ કપનો ખિતાબ: FIFA વર્લ્ડ કપ 2022 FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે 18 ડિસેમ્બરે કતારમાં રમાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું. આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમે ત્રીજી વખત ફિફા વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ પહેલા 1978 અને 1986માં આર્જેન્ટીના ફૂટબોલ ટીમ વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી. પરંતુ આર્જેન્ટિનાએ 36 વર્ષ બાદ ત્રીજી વખત ફિફા વર્લ્ડ કપ 2022 જીત્યો છે.