નવી દિલ્હી: રાષ્ટ્રમંડળ રમત ગોલ્ડ મેડલ વિજેતા વિકાસ કૃષ્ણન 69 (kg) અને સિમરનજીત કૌર 60 (kg)એ શાનદાર પ્રદર્શન કરતા એશિયા/ ઓસનિયા ઓલિમ્પિક ક્વોલિફાયર બોક્સિંગ ટૂર્નામેન્ટમાં પોતાના વજનની કેટગરીમાં મંગળવારે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યારે મેરી કોમ, 51 (kG), અમિત પંઘલ (52 kG), લવલીના બોગોહેન (69 kg) અને પૂજા રાની (75 kg)એ સેમીફાઇનલમાં બોન્ઝ મેડલ જીત્યો હતો.
વિકાસ અને સિમરનજીત ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયરની ફાઇનલમાં પહોંચ્યા
ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર ટૂર્નામેન્ટની ફાઇનલમાં વિકાસ કૃષ્ણન 69 (kg) અને સિમરનજીત કૌર 60 (kg)એ પ્રવેશ કર્યો છે. વિકાસ, સિમરનજીત, મેરી, પંઘલ, લવલીના અને પૂજા સેમીફાઈનલમાં પહોંચીને ટોક્યો ઓલિમ્પિક માટે કોટો મેળવી લીધો છે.
વિકસ, સિમરનજીત, મેરી, પંઘલ, લવલીના અને પૂજા સેમિફાઇનલમાં પહોંચીને ટોક્યો ઓલિમ્પિક માટે કોટો મેળવી ચૂંક્યા છે. સિનરનજીતે સેમીફાઈનલમાં ચીની તાઈપેની શિહ યી વૂને 4-1થી હરાવી હતી. સિમરનજીતની ફાઈનલમાં દક્ષિણ કોરિયાની યોંજિ ઓહ સાથે ટક્કર થશે.
મેરીકોમ સેમિફાઈનલમાં ચીનની યુઆન ચાંગે 2-3થી હારીને બોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. ભારતે આ ટૂર્નામેન્ટમાં 8 ઓલિમ્પિક કોટો મેળવ્યા છે અને 2020 લંડન ઓલિમ્પિકમાં 8 કોટા સ્થાન મેળવવા પર પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરાબરી કરી હતી. ભારતે 2016માં રિયો ઓલિમ્પિકમાં 6 કોટા સ્થાન મેળવ્યું હતું.