ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે બોક્સર ડિંગ્કો સિંહને સારવાર માટે દિલ્હી ખસેડાયા - ડિંગ્કો સિંઘ

બોક્સર ડિંગ્કો સિંહને શનિવારે કેન્સરની સારવાર માટે નવી દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. તેઓ નવી દિલ્હીની હોસ્પિટલમાં 2017થી સારવાર લઈ રહ્યા છે. પખવાડિયા પહેલા રેડિયેશન થેરેપી કરાવવાની હતી, પરંતુ લોકડાઉનના કારણે તેમને દિલ્હી આવી શકાયા નહીં.

Boxer Dingko Singh
બોક્સર ડિંગ્કો સિંઘ

By

Published : Apr 26, 2020, 1:58 PM IST

નવી દિલ્હી: સ્પાઈસ જેટની એર એમ્બ્યુલન્સ એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા બોક્સર ડિંગ્કો સિંહને શનિવારે ઈમ્ફાલથી દિલ્હી ખસેડવામાં આવ્યો છે. એરલાઈન્સ દ્વારા પદ્મ એવોર્ડ વિજેતાને મફત એર એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી હતી.

બોક્સર ડિંગ્કો સિંઘને સારવાર માટે દિલ્હી ખસેડાયા

સ્પાઈસ જેટના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર અને બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(BFI)ના પ્રમુખ અજયસિંહે કહ્યું કે, ખુશીની વાત છે કે અમારા ચેમ્પિયન બોક્સર ડિંગ્કો દિલ્હી પહોંચ્યા છે. તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

અજયસિંહે જણાવ્યું કે, સ્પાઈસ જેટને અમારા રાષ્ટ્રીય હીરોને એર એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવા અને તેમની સારવાર માટે દિલ્હી જવા માટે ગર્વ અનુભવીએ છીએ. તેમને ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભકામના પાઠવી છીએ.

શનિવારે સાંજે બોક્સર ડિંગ્કો સિંહ રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. તેમને એરપોર્ટથી સીધા જ એમ્બ્યુલન્સમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલિયરી સાયન્સિસ(ILBS) ખાતેે લઈ જવામાં આવ્યા હતા. તેમની સાથે તેમની પત્ની નંગાંગોમ બબાઈ દેવી પણ હતા.

ડિંગ્કો નવી દિલ્હીની હોસ્પિટલમાં 2017થી સારવાર લઈ રહ્યા છે. 41 વર્ષિય બોક્સિંગ ચેમ્પિયન એક પખવાડિયા પહેલા રેડિયેશન થેરેપીમાંથી પસાર થવાનું હતું, પરંતુ લોકડાઉનને કારણે તેમને દિલ્હી આવી શક્યા નહીં. તેથી BFIએ સ્પાઈસ જેટ એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી લાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details