નવી દિલ્હીઃ ભારતના પુરૂષ બોક્સર અમિત પંઘાલે શુક્રવારે ખેલપ્રધાન કિરણ રિજિજુને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ ખેલ પુરસ્કારોમાંથી નામાંકન પ્રક્રિયાને હટાવે. પંઘાલે કહ્યું કે હાલની એવોર્ડની પ્રક્રિયામાં પારદર્શિતા નથી અને કેટલાક કારણોસર યોગ્ય ખેલાડીઓને એવોર્ડ મળતો નથી.
ખેલપ્રધાનને લખેલા પત્રમાં પંગાલે કહ્યું કે "વર્તમાન પ્રક્રિયામાં ખેલાડીઓએ એવોર્ડ માટે અરજી કરવાની હોય છે અને તે પછી રમતગમત સમિતિ તેમને અપીલમાંથી પસંદ કરે છે. આ પ્રક્રિયા તદ્દન મુશ્કેલ છે કારણ કે ઘણી વખત અપીલ ફાઇલ કરવાના નિયમોને કારણે ઘણા ખેલાડીઓ એવોર્ડથી વંચીત રહી જાય છે. એવોર્ડની પસંદગી રમતગમત સમિતિના સભ્યોના પક્ષપાતી નિર્ણયોને આધારે કરવામાં આવે છે, જેઓ તેમના નિર્ણયોની જવાબદારી લેતા નથી.
પંગલે કહ્યું કે પારદર્શિતાના અભાવને કારણે ઘણા ખેલાડીઓ એવોર્ડ માટે કોર્ટમાં પણ જાય છે. તેમજ વધુમાં કહ્યું કે બીજા પણ ખેલાડીઓની પણ અપીલ છે કે પ્રક્રિયા સરળ અને પારદર્શક બને કારણ કે તેમની સિદ્ધિઓ વિશે બધા જાણે છે અને તેથી તેમને એવોર્ડ મળવો જોઇએ.
વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચનાર આ બોક્સરે વધુમાં કહ્યું કે આખા વિશ્વમાં ઘણા સ્થળોએ કોઇ પણ નોમિનેશન અને અપિલ વિના એવોર્ડ આપવામાં આવે છે. તેમજ કહ્યું કે આ મને બ્રિટીશ યુગના જૂના સમયની યાદ અપાવે છે કે જ્યાં એવોર્ડ માટે અરજી દાખલ કરવી પડતી હતી. તમે પ્રક્રિયામાાં નામાંકન/અપીલ મુક્ત કરીને મજબૂત ફેરફાર કરી શકો છો. આવતા વર્ષે ઓલિમ્પિકને ધ્યાનમાં આ તમારું આ પગલું માઇલસ્ટોન સાબીત થશે કારણ કે દરેક ખેલાડી ઓલિમ્પિક્સમાં મેડલ જીતવા માંગે છે.