ગુજરાત

gujarat

ETV Bharat / sports

બિગ બાઉટ લીગ સોમવારથી થશે શરૂ, મેરીકૉમ પર રહેશે સૌની નજર - રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા

નવી દિલ્હી: બિગ બાઉટ લીગની શરૂઆત સોમવારે ઓડિશા વોરિયર્સ અને પંજાબ પેન્થર્સ વચ્ચેની મેચથી થશે. લીગની પ્રથમ મેચમાં તમામની નજર છ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરીકૉમ પર હશે. જે પંજાબ પેન્થર્સ માટે ફ્લાયવેઇટ કેટેગરીમાં ભાગ લેશે.

Big Bout League
વિશ્વ ચેમ્પિયન એમસી મેરીકૉમ

By

Published : Dec 1, 2019, 10:28 PM IST

મેરીકોમે કહ્યું, "આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જે બન્યું તે તેમના માટે પાઠ છે અને હવે તેઓ તેનાથી ઓલિમ્પિકની તૈયારીઓ માટે શીખશે. બિગ બાઉટ લીગ તેમની તૈયારીઓ માટે એક સારું મંચ છે.

મેરીકોમની આ લીગની પહેલી મેચ ઓડિશા વોરિયર્સની સવિતા સામે હશે, જે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા છે. આ સિવાય કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન મનોજ કુમારનો સામનો ઉઝબેકિસ્તાનની જે.જે. રખ્મોનોવ જે યુથ એશિયન ચેમ્પિયનશીપનો ચંદ્રક વિજેતા છે.

સવિતા ગોથરા

પંજાબની ટીમને નાઇજીરીયાના ખેલાડી કોરેડે એડેનજીજી, પીએલ પ્રસાદ, સોનિયા લાઠર, નવીન કુમાર અને આરશી ખાનમથી પણ પંજાબ ટીમને અપેક્ષાઓ છે.

ઓડિશાની ટીમને ખાસ કરીને સચિન સીવાચ, રાખમોનોવ, નીલ કમલ સિંહ, નમન તંવર જૈસ્મિન અને પ્રિયંકા ચૌધરી પાસેથી આશા છે.

મનોજ કુમાર

આ વખતે તમામ છ ટીમોએ બે ટીમો તૈયાર કરી છે. એટલે કે, પ્રત્યેક વજન વર્ગમાં તેની પાસે બે ખેલાડીઓ હશે. ઇજાની સ્થિતિમાં અથવા જો ખેલાડી ઉપલબ્ધ ન હોય તો, બીજી ટીમના ખેલાડીને ઉતારી શકાય છે.

બંને ટીમો નીચે મુજબ છે

  • પંજાબ પેન્થર્સ

ટીમ-એ:એમસી મેરીકૉમ, સોનિકા લઠાર, પી.એલ. પ્રસાદ, એ ખાલાકોવ, મનોજ કુમાર, કોરેડેઅદેનજીજી, નવીન કુમાર અને આરશી ખાનમ.

ટીમ-બી: દર્શન દૂત, પ્રીતિ બેનીવાલ, પંકજસૈની, મોહમ્મદ ઇબ્રાહિમ, રાહીલ રપિક સંજીત સિંહ ગિલ, સાગર છિકારા, સપના શર્મા.

  • ઓડિશા વોરિયર્સ

ટીમ-એ: સવિતા, પ્રિયંકા ચૌધરી, દિપક, સચિન સીવાચ, જે. રાખમોનોવ, નીલ કમલ સિંહ, નમન તંવર, જૈસ્મિન.

ટીમ-બી: શિક્ષા, મનીષ માઉન, જેસુરબેક લાતિપોવ, ગૌરવ સોલંકી, પ્રમોદ કુમાર, વાન્હલીમ્પુઈયા, રાહુલ પાસી, સાન્યા નેગી.

ABOUT THE AUTHOR

...view details