ગુજરાત

gujarat

ETV Bharat / sports

તલવારબાજ ભવાની દેવી ઓલંપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

તમિળનાડુની CA ભવાની દેવી આ વર્ષની ટોક્યો ઓલંપિકની ટિકિટ મેળવીને તલવારબાજી માટે ક્વોલિફાઈ થનારી પહેલી ભારતીય બની છે.

ભવાની દેવી
ભવાની દેવી

By

Published : Mar 15, 2021, 8:30 AM IST

Updated : Mar 15, 2021, 5:47 PM IST

  • CA ભવાની દેવી ટોક્યો ઓલંપિક માટે ક્વોલિફાઈ
  • ભવાની એડજસ્ટેડ ઓફિશિયલ રેન્કિંગમાં હાલમાં 45માં ક્રમે
  • રમત પ્રધાન કિરેન રિજિજુએ ભવાની દેવીને પાઠવી શુભેચ્છા

ચેન્નાઈ:5 એપ્રિલ, 2021 સુધીમાં, વિશ્વ રેન્કિંગના આધારે એશિયા-ઓશનિયા ક્ષેત્ર માટે બે સ્થાનો ખાલી હતા. ભવાની હાલમાં 45 માં ક્રમે છે અને રેન્કિંગના આધારે તે પહેલું સ્થાન પ્રાપ્ત કરી શકશે.

આ પણ વાંચો:કોરોના વાઇરસના કારણે એક વર્ષ માટે ટોક્યો ઓલિમ્પિક સ્થગિત

AORના આધારે ઓલંમ્પિક માટે ક્વોલિફાઈ થઈ ભવાની

ભવાનીએ એડજસ્ટેડ ઓફિશિયલ રેન્કિંગ (AOR)ના આધારે ઓલંપિક માટે ક્વોલિફાઈ થઈ છે. વિશ્વ રેન્કિંગના આધારે 5 એપ્રિલ, 2021 સુધીમાં એશિયા-ઓશનિયા ક્ષેત્ર માટે બે સ્થાનો હતા. ભવાની હાલમાં 45માં ક્રમે છે અને રેન્કિંગના આધારે તે સ્થાન પ્રાપ્ત કરી શકશે.

નિષ્ફળતા છતાં તાલીમ મેળવવાનું ચાલુ રાખ્યું

આ 27 વર્ષીય ખેલાડીનું સત્તાવાર ક્વોલિફિકેશન 5 એપ્રિલના રોજ રેન્કિંગની રજૂઆત સાથે નક્કિ કરવામાં આવશે. રમત પ્રધાન કિન રિજિજુ ભવાની દેવીને ઓલંપિકમાં ક્વોલિફાય કરવા બદલ અભિનંદન આપ્યા હતા. રિજિજુએ ટ્વિટ કર્યું હતું કે, "ટોક્યોમાં રમનાર ભારતીય તલવારબાજ ભવાની દેવીને અભિનંદન. તે ઓલંપિક માટે ક્વોલિફાય થઈ છે. તે આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ભારતીય તલવારધારી બની છે. ભવાની દેવીને મારી શુભેચ્છાઓ. આઠ વખતની રાષ્ટ્રીય ચેમ્પિયન, રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગઈ હતી, છતાં ઇટાલીમાં કોચ નિકોલા જનોટ્ટી સાથે તાલીમ મેળવવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો:ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં દુતી ચંદે જીત્યો ગોલ્ડ

Last Updated : Mar 15, 2021, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details