નવી દિલ્હીઃ ભારતીય બોક્સિંગ મહાસંધ(BFI)એ ખુલાસો કર્યો થે કે, ભારત નવેમ્બર-ડિસેમ્બરમમાં મહિલા પુરૂષ એશિયાઇ બોક્સિંગ ચેમ્પિયનશિપની યજમાની કરશે. બીએફઆઇએ સાથે ભરોસો રાખ્યો છે કે કોવિડ-19 મહામારી તે સમય સુધી નિયંત્રણમાં આવી ચુકી હશે.
ભારતે છેલ્લા પુરૂષ એશિયાઇ ચેમ્પિયનશિપનું આયોજન મુંબઇમાં 1980માં કર્યું હતુ, જ્યારે મહિલા ચેમ્પિયનશિપની યજમાની 2003માં હિસારમાં કરી હતી. જ્યારે ગયા વર્ષથી પુરૂષ અને મહિલા ઓની મેચનું આયોજન સાથે થવા લાગ્યું છે.
એક અધિકારીએ જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં યજમાનીનો મોકો મળ્યો હતો પણ જો ટૂર્નામેન્ટ નવેમ્બર-ડિસેમ્બરમાં પણ આયોજન કરવામાં આવશે. અને સામાન્ય હાલત બાદ શહેરની પસંદગી કરીશું. અમને ઉમ્મીદ છે કે જૂન સુધીમાં સ્થિતી સામાન્ય થઇ જશે અને ત્યારબાદનો ત્રણ ચાર મહિનાનો સમય અમને તૈયારીઓ કરવા માટે મળશે.