હૈદરાબાદઃ ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ અને સ્પિનર હરભજનસિંહે હાલમાં કોવિડ-19ની સામેની લડતમાં શાહિદ આફ્રિદીના યોગદાનની પ્રશંસા કરી હતી, પરંતુ ત્યારબાદ ટ્વીટર બે ભાગમાં વહેચાયુ છે. આફ્રિદીની પ્રશંસા કરવા બદલ કેટલાક લોકોએ તેમની પ્રશંસાને બિરદાવી છે તો કોઈકે તેમની ટીકા કરી હતી.
આફ્રિદીની પહેલને બિરદાવનાર યુવરાજ અને હરભજનસિંહની કેટલાક લોકોએ કરી પ્રશંસા તો કેટલાકે કરી ટીકા - #shameonyuvibhajji
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કોરોના વાઈરસની લડાઈ સામે મોટી રકમનું યોગદાન આપ્યુ હતું. તેની આ પહેલની ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ અને હરભજનસિંહે પ્રશંસા કરી હતી. જેને કારણે કેટલાક લોકોએ બંનેને બિરદાવ્યા હતા તો કેટલાકે બંનેની ટિકા પણ કરી હતી.
આફ્રિદીની પહેલને બિરદાવનાર યુવરાજ અને હરભજનસિંહની કેટલાક લોકોએ કરી પ્રશંસા તો કેટલાકે કરી ટીકા
ટ્વીટર પર બુધવારે #shameonyuvibhajji ટ્રેન્ડ થયુ હતું. ત્યારબાદ #IStandWithYuvi પણ ટ્રેન્ડ થયુ હતું.