ગુજરાત

gujarat

ETV Bharat / sports

#SportsDay: આજે દ્રોણાચાર્ય એવોર્ડ મળવાનો હતો, રિહર્સલમાં જ એથલેટિક કોચનું મોત - Sportsday

આજે નેશનલ સ્પોર્ટસ એવોર્ડ પહેલા એથલેટિક્સ કોચ પુરૂષોત્તમ રાયનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે. આજે પુરૂષોત્તમ રાયને દ્રોણાચાર્ય એવોર્ડ મળવાનો હતો.

AthleticsAthletics coach coach
એથલેટિક કોચનું નિધન

By

Published : Aug 29, 2020, 9:46 AM IST

નવી દિલ્હી: નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડના એક દિવસ પહેલા જ 79 વર્ષના એથલેટિક્સ કોચ પુરૂષોત્તમ રાયનું બેંગ્લુરૂમાં હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે. આજે પુરૂષોત્તમ રાયને નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ સમારોહમાં દ્રોણાચાર્ય એવોર્ડ મળવાનો હતો.

એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI)ના અધિકારીએ કહ્યું કે, કોચે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડના રિહર્સલમાં ભાગ લીધો હતો, ત્યારબાદ તેમને હ્રદય રોગનો હુમલો આવતા તેમનું નિધન થયું હતું. 79 વર્ષીય પુરુષોત્તમ રાય 2001માં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના કોચ પદ પરથી નિવૃત થયા હતાં. રાયે વંદના રાવ, અશ્વિની નાચપ્પા, પ્રમિલા અયપ્પા, રોજા કટ્ટી, એમકે આશા, બી શાયલા, મુરલી કુટ્ટન જેવા ટોર્ચના એથલેટિકોને કોચિંગ આપી હતી. 1974માં નેતાજી ઈન્સ્ટીટ્યૂટ ઑફ સ્પોર્ટસમાંથી ડિપ્લો કર્યા બાદ રાયે કોચિંગ કરિયર શરુ કર્યું હતું.

પૂર્વ લૉન્ગ-જંપર અંજૂ બેબીએ કહ્યું કે, તેઓ એક સારા કોચ હતા. એવોર્ડ મળવાના એક દિવસ પહેલા જ તેમનું નિધન થયું છે. રાયે 1987 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, 1988 એશિયન ટ્રૈક અન્ડ ફિલ્ડ ચેમ્પિયનશિપ અને 1999 SAF ગેમ માટે ભારતીય ટીમને કોચિંગ પણ આપી હતી. તેઓ સર્વિસિસ, યુવા સશક્તિકરણ અને રમતગમત વિભાગ (DYES) અને ભારતીય સ્પોર્ટ્સ એથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) સાથે કોચ તરીકે સેવાઓ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details