હાંગઝોઉઃભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે ચાર દિવસમાં દેશ માટે 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. આજે ગુરુવારે પણ દિવસનો પહેલો ગોલ્ડ મેડલ ભારતની જોલીમાં આવ્યો છેે. ભારતે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
રોશિબિના દેવીએ 60 કિલો વજનમાં આ સિલ્વર જીત્યો: આજે સવારે ભારતીય ખેલાડીએ વુશુમાં સિલ્વર જીત્યો છે. ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવીએ 60 કિલો વજનમાં આ સિલ્વર જીત્યો છે. એશિયાડના ઈતિહાસમાં વુશુમાં ભારતનો આ બીજો સિલ્વર મેડલ છે. ફાઈનલમાં તે ચીનની જિયાઓ વેઈ વુ સામે હારી ગઈ હતી.
રોશિબિના દેવીનો આ બીજો મેડલ છે: એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતે અત્યાર સુધીમાં વુશુમાં 10 મેડલ જીત્યા છે, જેમાં 2 સિલ્વર અને 8 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. રોશીબીના દેવી પહેલા, સંધ્યા રાણી દેવીએ 2010માં ગુઆંગઝુમાં મહિલાઓની 60 કિગ્રામાં પ્રથમ સિલ્વર જીત્યો હતો. એશિયામાં રોશિબિના દેવીનો આ બીજો મેડલ છે. આ પહેલા તેણે 2018 એશિયન ગેમ્સમાં 60 કિગ્રા વજનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેને વેઈ વુ તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો.
બેડમિન્ટનમાં પીવી સિંધુએ વિજય અપાવ્યો: બેડમિન્ટનમાં પીવી સિંધુએ જીત મેળવીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. બેડમિન્ટનમાં પીવી સિંધુએ ભારતીય મહિલા ટીમને વિજયી શરૂઆત અપાવી છે. તેણે મંગોલિયાને 21-2, 21-3થી હરાવ્યું છે. ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
એશિયન ગેમ્સ 2023માં ભારતનું પ્રદર્શન:એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 23 મેડલ જીત્યા છે. જેમાંથી 5 ગોલ્ડ મેડલ છે. જેમાંથી 3 શૂટિંગમાં ગોલ્ડ જીત્યા છે. ઘોડેસવારી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે જ મહિલા ક્રિકેટ ટીમે પણ શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય ભારતને 7 સિલ્વર મેડલ મળ્યા છે. જેમાં શૂટિંગમાં 4 મેડલ, રોઇંગમાં 2 મેડલ અને સેલિંગમાં 1 મેડલનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ 10 બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે. જેમાં 3 બ્રોન્ઝ મેડલ રોઈંગમાં અને 6 શૂટિંગમાં જ્યારે 2 સેઈલીંગમાં જીત્યા છે.
આ પણ વાંચો:
- Asian Games 2023 : એશિયન ગેમ્સમાં ભારતે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો
- Asian Games 2023: બાળપણથી જ તોફાની આદર્શ સિંહે તેની બહેન સાથે શરૂ કરી તાલીમ, પુત્રની સિદ્ધિ પર માતા-પિતા સમક્ષ વ્યક્ત કરી ખુશી, સરકારને કરી આ વિનંતી