હાંગઝોઉ (ચીન):એશિયન ગેમ્સનો આજે 13મો દિવસ છે. ભારતે 12 દિવસમાં કુલ 86 મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તે સાથે ભારત પાસે કુલ મેડલની સંખ્યા 87 મેડલ થયા છે. તીરંદાજીમાં ભારતીય મહિલા રિકર્વ ટીમ ઈવેન્ટમાં અંકિતા ભક્તા, ભજન કૌર અને સિમરનજીત કૌરની ત્રિપુટીએ વિયેતનામને 6-2થી હરાવ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી ફાઈનલમાં:ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે સેમી ફાઇનલમાં જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બાંગ્લાદેશના 99 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ક્રિકેટ ટીમે 9.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં માત્ર 96 રન જ બનાવી શકી હતી. ભારતીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ માત્ર 0 રન પર આઉટ થયો હતો. જે બાદ તિલક વર્માએ શાનદાર અડધી સદી ફટકારી ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી હતી. ભારતે તેની આખી ઇનિંગમાં 9 છગ્ગા ફટકાર્યા હતા. ભારત તરફથી સાઈ કિશોરે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
ભારત પાસે કેટલા મેડલ?