ગુજરાત

gujarat

Asian Champions Trophy : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 4-3થી ધૂળ ચટાડી, જીત્યો બ્રોન્ઝ

By

Published : Dec 23, 2021, 9:09 AM IST

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની(Asian Champions Trophy) મેચમાં બુધવારે ભારતનું કટ્ટર હરીફ પાકિસ્તાનને 4-3થી હરાવ્યું( India VS Pakistan Asian Champions Trophy) છે. હરમનપ્રીત સિંહે સૌથી પહેલા ગોલ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું, ત્યારબાદ સુમિત, વરુણ, આકાશદીપ સિંહે ગોલ કરીને ભારતની જીત(India VS Pakistan Semi Final) સુનિશ્ચિત કરી હતી.

Asian Champions Trophy : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 4-3થી ધૂળ ચટાડી, જીત્યો બ્રોન્ઝ
Asian Champions Trophy : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 4-3થી ધૂળ ચટાડી, જીત્યો બ્રોન્ઝ

ઢાકા: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની(Asian Champions Trophy) મેચમાં બુધવારે ભારતનું કટ્ટર હરીફ પાકિસ્તાનને 4-3થી હરાવ્યું છે. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો(IND Beat PAK 4 3 in Thrilling Bronze Medal Encounter) હતો. આ સાથે ભારતે ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાને રહીને પોતાના અભિયાનનો અંત લાવ્યો. મેચના પહેલા હાફથી જ બંને ટીમોએ શાનદાર રમત બતાવી અને ત્રીજી જ મિનિટમાં ભારતના હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરની મદદથી ટીમ માટે પહેલો ગોલ કરીને ભારતને 1-0ની સરસાઈ(2021 Asian Champions Trophy Hockey) અપાવી.

બીજા હાફમાં જોરદાર મુકાબલો

જો કે, પાકિસ્તાને પણ જોરદાર વાપસી કરી અને ગોલ કરીને 1-1થી બરાબરી કરી લીધી. અફરાઝે આ ગોલ કર્યો હતો. બીજા હાફમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો, પરંતુ બંનેમાંથી કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી.

ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા ભારતની શાનદાર રમત

મેચના ત્રીજા હાફમાં અબ્દુલ રાણાએ પાકિસ્તાન માટે બીજો ગોલ કરીને ટીમને 2-1ની સરસાઈ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા ભારતે પણ મેચમાં પાકિસ્તાન સામે શાનદાર રમત(Won the Bronze Medal Hockey 2021) દાખવી હતી અને સુમિતે ક્વાર્ટરના અંત પહેલા 2-2ની બરાબરી કરી હતી.

ચોથો ગોલે ભારતની જીત

અંતિમ હાફમાં પાકિસ્તાન ભારત સામે લાચાર દેખાતું હતું, વરુણ કુમારે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવીને ભારત માટે ત્રીજો ગોલ ફટકારતાં જ ભારતીય ટીમ મેચમાં 3-2થી આગળ થઈ ગઈ હતી. આ પછી અક્ષયદીપ સિંહે ચોથો ગોલ કરીને ભારતની જીત(India VS Pakistan Semi Final) સુનિશ્ચિત કરી હતી.

આ પણ વાંચોઃ ​​Test match India 2021: સ્પિનર રવિચંદ્રન અશ્વિનએ વિચારોના સંઘર્ષમાંથી બહાર આવી ટેસ્ટ મેચ માટે ઉડાન ભરી

આ પણ વાંચોઃ English Premier League : સ્થગિત નહીં થાય, આ રીતે થશે આયોજન

ABOUT THE AUTHOR

...view details