ગુજરાત

gujarat

ETV Bharat / sports

અમિત પાંઘલે 52 કિલોગ્રામ વર્ગમાં કાર્લો પાલમને હાર આપી ટોક્યો ઓલમ્પિકમાં સ્થાન મેળવ્યું - SPORTSNEWS

ઓમાન: વર્લ્ડ ચેમ્પિયનશીપનો સિલ્વર મેડાલીસ્ટ ભારતીય બોકસર અમિત પંઘલે એશિયા/ઓસનિયા ઓલમ્પિક ક્વોલીફાયર માટે 52 કિલોગ્રામ વર્ગની ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં જીત મેળવી આગામી ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલીફાય કર્યું છે.

etv bharat
etv bharat

By

Published : Mar 9, 2020, 7:23 PM IST

રાષ્ટ્ર મંડલ અને એશિયાઈ ચેમ્પિયન ટૉપ સીડ અમિતે દક્ષિણ એશિયાઈ રમતમાં ચેમ્પિયન ફિલિપિંસના કાર્લો પાલમને 4-1થી હાર આપી છે.અમિત શરુઆતથી જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો. ભારતીય બોક્સરે અંતિમ રાઉન્ડમાં સતત પંચ કરતા ટોક્યો ઓલ્મિપકની ટિકીટ મેળવી છે.

આ પહેલા ભારતની મહિલા બોક્સર સાક્ષી ચૌધરીએ 57 કિલો વર્ગમાં ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.સાક્ષીને દક્ષિણ કોરિયાની એમી વિરુદ્ધ એકતરફી મુકાબલામાં 0-5થી હાર મળી હતી આ સાથે ટોક્યો ઓલ્મિપક મેળવામાં નિષ્ફળ રહી છે.

સાક્ષીએ 15 વર્ષની ઉંમરમાં (AIBA) International Boxing Association વર્લ્ડ જૂનિયર મહિલા ચેમ્પિયનશીપની ફાઈનલમાં અમેરિકી નેશનલ ચેમ્પિયન યારિસેલ રમીરેજને હાર આપી હતી, પરંતુ હાલમાં તે પ્રથમ વખત ઓલ્મિપક રમવાનું સપનું પુર્ણ ન કરી શકે.

ABOUT THE AUTHOR

...view details