હૈદરાબાદ: વિકાસે પુરૂષના 69 કિલો ભાર વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા કજાકિસ્તાનના અબલૈખાન ઝુસસુપોવને 3-2થી માત આપી ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
ઓલમ્પિક બોક્સર ક્વોલીફાયરઃ ઈજાને કારણે ફાઈનલથી દુર થયો વિકાસ કૃષ્ણ - sportsnews
કૉમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ વિજેતા અને ત્રીજી વખત ઓલ્મપિકની ટિકિટ મેળવનાર ભારતીય બૉક્સર વિકાસ કૃષ્ણએ 69 કિલો ભાર વર્ગમાં એશિયા/ ઓસનિયા ક્વોલીફાયરમાં સિલ્વર મેડલ વિજેતા છે. આંખમાં ઈજા થવાને કારણે વિકાસે ફાઈનલમાંથી દુર થવાનો નિર્ણય લીધો છે.
ફાઈનલમાં વિકાસનો સામનો જૉર્ડનના જાયેદ હુસૈન સામે હતો પરંતુ વિકાસ ઈજાગ્રસ્ત થયો છે. જેના કારણે તે ખિતાબી મુકાબલાથી બહાર થયો છે. વિકાસે આ પહેલા ક્વાર્ટર ફાઈનલમાં જાપાનના સેવોનરેટસ ઓજાકાને એકતરફી મેચમાં 5-0થી માત આપી હતી અને ત્રીજી વખત ઓલ્મિપક કોટા મેળવ્યો હતો.
ભારતના 8 બોક્સરોએ ટોક્યો ઓલ્મિપક કોટા મેળવ્યું છે. જેમાં મૈરી કોમ(51 કિલો), પુજા રાની (75 કિલો ), આશીષ કુમાર (75 કિલો ), સિમરનજીત કૌર (60 કિલો ), સતીશ કુમાર (91થી વધુ કિલો), વિકાસ કૃષ્ણ (69 કિલો ), અમિત પંધલ (52 કિલો) અને લવલિના બોરગોહેન (69 કિલો ) સામેલ છે. ભારતનું અત્યારસુધીનું પ્રદર્શન 2012ના લંડન ઓલ્મિપક માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.