- અન્નુરાજ સિંહે વર્ષ 2010માં કોમનવેલ્થ ગેમમાં જીત્યો હતો ગોલ્ડ મેડલ
- રાઈફલ શૂટર ગગન નારંગે વર્ષ 2012માં ઓલિમ્પિકમાં જીત્યો હતો બ્રોન્ઝ મેડલ
- ગગન અને અન્નુરાજ સિંહ 20 વર્ષથી એકબીજાના મિત્ર છે
હૈદરાબાદઃ વર્ષ 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારા રાઈફલ શૂટર ગગન નારંગ અને વર્ષ 2010ના કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીતનારા પિસ્તોલ શૂટર અન્નુરાજ સિંહ આ મહિનાના અંત સુધીમાં લગ્ન કરશે.
આ પણ વાંચોઃશબીર ખાંડવાવાલાને BCCI એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ બનાવાયા
એકબીજાના ઉતાર ચઢાવમાં અમે સાથે જ હતાઃ અન્નુરાજ સિંહ
આપને જણાવી દઈએ કે, ગગન અને અન્નુ 20 વર્ષથી એક બીજાને ઓળખે છે અને 20 વર્ષમાં બન્નેએ અલગ અલગ ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય શૂટિંગ ટીમમાં ભાગ લઈ ચૂક્યા છે. આ અંગે અન્નુએ જણાવ્યું હતું કે, અમે વર્ષ 2002થી ટીમના સાથી છીએ અને ત્યારથી અમે મિત્ર છીએ. ઘણા લાંબા સમયથી અમે એક સાથે છીએ અને એકબીજાના ઉતાર ચઢાવ દરમિયાન પણ સાથે રહ્યા છીએ. સમયની સાથે અમારો સંબંધ સારો રહ્યો અને અમે લગ્ન કરવાનું નક્કી કર્યું.
આ પણ વાંચોઃIPL 2021: રાજસ્થાન રોયલ્સે 3D શો દ્વારા જર્સી લોન્ચ કરી
અન્નુ અને ગગન બન્નેએ ઓલિમ્પિક સહિત અનેક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું
આ અંગે ગગન નારંગે જણાવ્યું કે, મારી માતાને અન્નુ પસંદ છે અને તેમના માતાપિતા પણ મને પસંદ કરે છે. કોરોના મહામારી દરમિયાન તેમણે ઘણો સમય પરિવાર સાથે પસાર કર્યો હતો. ત્યારબાદ લગ્નનો નિર્ણય કર્યો હતો. અન્નુ અને ગગન બન્નેએ ઓલિમ્પિક સહિત અનેક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.