ગુજરાત

gujarat

ETV Bharat / sports

Alvida 2019: આ ભારતીય મહિલા ખેલાડીઓએ 2019માં કર્યું શાનદાર પ્રદર્શન

હૈદરાબાદ: વર્ષ 2019 ભારતીય ખેલાડીઓ માટે યાદગાર રહ્યું છે. આ વર્ષે ઘણી મહિલા ખેલાડીઓએ રમતમાં પોતાનો દબદબો બનાવ્યો છે. આ ખેલાડીઓમાં બેડમિન્ટન, બોક્સિંગ, કુશ્તી સહિત ઘણી રમતોમાં પોતાના પ્રદર્શનથી મેડલ મેળવ્યા હતા.

ખેલાડી
chamo

By

Published : Dec 29, 2019, 8:48 AM IST

પી.વી. સિંધુ

રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ સિંધુ સતત ચર્ચામાં રહી હતી. હૈદરાબાદની બેડમિન્ટન ખિલાડી BWF બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશીપ 2019 જીતીને ઈતિહાસ સર્જી દીધો હતો. ફાઈનલમાં નોઝોમી ઓકુહારાને માત આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિશ્વ ચેમ્પિયનશીપ જીતનાર સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી છે.

પી.વી સિંધુ

આગામી વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને સિંધુ પાસે મેડલની આશા છે.

એમ.સી. મેરી કોમ

ત્રણ બાળકોની માતા અને રાજ્યસભાની સાંસદ એમ.સી મેરીકોમે આ વર્ષે વિશ્વ ચેમ્પિયનશીપમાં 6 ગોલ્ડ, એક રજત અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

6 ટાઇમ વિશ્વ ચેમ્પિયન 35 વર્ષીય મેરી કોમ ઈતિહાસ રચતા વિશ્વ ચેમ્પિયનશીપમાં ક્યૂબાના કેલિક્સ સાવોનના સૌથી વધારે 7 મેડલ જીતીને પોતાના રેકોર્ડનો તોડ્યો હતો.

મેરી કોમ

ગુવાહાટીમાં થયેલા ઈન્ડિયા ઓપન અને ઈન્ડિનેશિયામાં યોજાયેલા પ્રેસિડેન્ટ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેરી કોમની નજર ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા રહેશે.

હિમા દાસ

ધિંગ એક્સપ્રેસના નામથી પ્રખ્યાત હિમા દાસે એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. દાસે ચેક ગણરાજ્ય અને પોલેન્ડમાં સામાન્ય ટુર્નામેન્ટમાં સતત 6 ગોલ્ડ મડેલ જીતીને ચર્ચામાં રહી હતી. હિમાએ ચાર મેડલ 200 મીટર સ્પ્રિંગ રેસમાં જીતીને 400મી સ્પાર્ધામાં તેનો પાંચમાં ટોચનો પોડિયમ મેળવ્યો હતો.

હિમા દાસ

વિનેશ ફોગાટ

હરિયાણાની 25 વર્ષીય સ્ટાર ખેલાડી વિનેશ ફોગાટે આ વર્ષે વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિકમાં જગ્યા બનાવી છે.

વિનેશ ફોગાટ

વિનેશ અલકા તોમર (2006), ગીતા ફોગાટ (2012), બબીતા ફોગાટ (2012) , પૂજા ઢાંડા (2018) બાદ વિશ્વ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનારી પાંચમી ભારતીય મહિલા રેસલર છે. વિનેશ ફોગાટે આ વર્ષે એશિયાઈ કુશ્તી ચેમ્પિયનશીપમાં, યાસર ડોગૂ ઈન્ટરનેશનલમાં અને પોલેન્ડ ઓપન કુશ્તી ટુર્નામેન્ટમાં ક્રમશ: ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

દુતી ચંદ
ઘણી આલોચનાઓનો સામનો કરી દુતી ચંદે પોતાને સાબિત કરી છે. ચંદે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. દુતી ચંદે આ વર્ષે જુલાઈમાં 30માં સમર યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ખેલમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.

દુંતી ચંદ

ABOUT THE AUTHOR

...view details