ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતીય શૂટરે અમારા સ્ટાફ પર હેરાનગતિના લગાવેલા આરોપ પાયાવિહોણા : એર ઇન્ડિયા - ભોપાલ શૂટિંગ એકેડમી

ભારતીય શૂટર મનુ ભાકરે દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાના બે સ્ટાફ પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, એર ઈન્ડિયાએ આ આરોપને નકારી કાઢ્યો છે. એર ઇન્ડિયાએ રવિવારે જણાવ્યું હતું કે, 19 ફેબ્રુઆરીએ જ્યારે ભાકર પોતાની માતા સાથે દિલ્હીથી ભોપાલ જઈ રહી હતી ત્યારે તેમની પાસેથી દસ્તાવેજ માગવામાં આવ્યા હતા. આ દરમિયાન કોઈ પણ પ્રકારની બોલાચાલી નહતી થઈ.

ભારતીય શૂટરે અમારા સ્ટાફ પર હેરાનગતિના લગાવેલા આરોપ પાયાવિહોણાઃ એર ઇન્ડિયા
ભારતીય શૂટરે અમારા સ્ટાફ પર હેરાનગતિના લગાવેલા આરોપ પાયાવિહોણાઃ એર ઇન્ડિયા

By

Published : Feb 22, 2021, 10:15 AM IST

  • એર ઈન્ડિયાએ પોતાના સ્ટાફના બચાવમાં આપ્યું નિવેદન
  • સીસીટીવી કેમેરામાં દુર્વ્યવહારનો કોઈ મામલો કેદ નથી થયોઃ એર ઇન્ડિયા
  • કોઈ પણ કર્મચારીએ ભાકર સાથે દુર્વ્યવહાર નથી કર્યોઃ એર ઇન્ડિયા

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા કર્મચારી મનોજ ગુપ્તા આખો દિવસ કાઉન્ટર પર હતા. તેમણે કોઈ પણ સમયે ભાકર સાથે દુર્વ્યવહાર નથી કર્યો. અહીં સીસીટીવી ફૂટેજ પણ છે. તેમાં બધુ જોઈ શકાય છે. એટલે દુર્વ્યવહારનો મામલો જ ઊભો નથી થતો. આ સાથે જ સીસીટીવી ફૂટેજમાં ઘૂસ લેવાનો અને મોબાઈલ ઝૂંટવી લેવાના આરોપને પણ ખોટા સાબિત થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details