હૈદરાબાદઃ જે ઉંમરમાં લોકો સામાન્ય રીતે યોગ્ય રીતે બેસી પણ શકતા નથી, તે ઉંમરે ભગવાનીદેવીએ (Bhagwani Devi) વિદેશમાં ભારતના ત્રિરંગાનું મૂલ્ય વધાર્યું છે. ભગવાનીએ સિનિયર સિટીઝન કેટેગરીમાં 100 મીટરની દોડમાં (100m race) ગોલ્ડ જીત્યો, જ્યારે તેણે શોટપુટમાં બ્રોન્ઝ મેડલ (Bronze medal in shot put) પણ જીત્યો છે.
આ પણ વાંચો:ભારતની આ દિકરીએ પાવરલિફ્ટિંગમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા
દરેક વ્યકિતએ તેની હિંમતની પ્રશંસા કરી: ફિનલેન્ડના ટેમ્પેરમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં, 'સ્પ્રિંટર દાદી' ભગવાનીએ 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં (Sprint event) આ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 24.74 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેણે શોટપુટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તિરંગાની જર્સીમાં, જેના પર ભારત લખેલું છે, તે મેડલ બતાવતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, ભગવાનીદેવીની આ તસ્વીર સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહી છે અને દરેક વ્યકિત તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. મિનીસ્ટ્રી ઓફ સ્પોટ્સ અફેર્સે સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર તેની તસ્વીર પોસ્ટ કરીને પ્રશંસા કરી છે.
આ પણ વાંચો:IND Vs Eng 3rd T20 : ઇંગ્લેન્ડ વ્હાઇટ વોશથી બચવા મેદાને ઉતર્યું
ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા: મંત્રાલય દ્વારા તેની આ તસ્વીરમાં લખવામાં આવ્યું છે કે, ભારતના 94 વર્ષીય ભગવાનીદેવીએ ફરી એકવાર સાબીત કર્યું છે કે, ઉંમર માત્ર એક સંખ્યા છે. તેણે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ખરેખર ભગવાનીદેવી સાહસિક પ્રદર્શન કરીને બઘાને ચોકાવી દીઘા છે. ભગવાનની દેવી ડાગર મુખ્યત્વે હરિયાણાના ખિડકા ગામની છે. તે દેશવત્ર ગોત્રની છે. ભગવાનીના લગ્ન મલિકપુર ગામમાં ડાગર પરિવારમાં થયો હતો. તેમનો પૌત્ર વિકાસ ડાગર આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટ છે.