ગુજરાત

gujarat

ETV Bharat / sports

Paris 2024 Olympics : પેરિસમાં 116 બોટથી ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીની ભવ્ય ઉજવણી - पेरिस 2024 ओलंपिक

પેરિસમાં ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમનીમાં એક મોટી ઉજવણી થશે. આ ભવ્ય ઉજવણીનું દ્રશ્ય નદી કિનારે કરવામાં આવશે. આ માટે 116 બોટ ભાડે લેવામાં આવશે.

Etv BharatParis 2024 Olympics
Etv BharatParis 2024 Olympics

By

Published : Apr 25, 2023, 6:33 PM IST

નવી દિલ્હી: પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ 2024નો ઉદ્ઘાટન સમારોહ આ વખતે શહેરની સીન નદી પર યોજાશે. આ કાર્યક્રમ માટે 42 કંપનીઓની કુલ 116 બોટની ઓળખ કરવામાં આવી છે. આ જાહેરાત ઓલિમ્પિક ગેમ્સના આયોજકો દ્વારા કરવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિક ટૂર્નામેન્ટ 26 જુલાઈ 2024થી શરૂ થશે. આ માટે પેરિસ ઇકોસિસ્ટમમાંથી 98 ટકા બોટ ભાડે લેવામાં આવશે. આ સમારોહની ઉજવણી જોવા લાયક રહેશે. આ માટે સ્ટ્રાસબર્ગ સ્થિત બાટોરમા આવતા વર્ષે ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે તેની બોટ પણ મોકલશે.

આ પણ વાંચોઃWTC Final : ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ દિગ્ગજ ખેલાડીની થઈ વાપસી

બોટ એથ્લેટ્સને 6 કિલોમીટર સુધી લઈ જશેઃપેરિસના પ્રમુખ ટોની એસ્ટાનગુએટે સોમવારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 26 જુલાઈ, 2024ના રોજ ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ માટે એક અબજથી વધુ દર્શકો પેરિસ આવશે. આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગ ખૂબ જ રોમાંચક રહેશે. ટોની એસ્ટાનગુએટે એમ પણ કહ્યું હતું કે, તેઓ અપેક્ષા રાખે છે કે આ ગ્રાન્ડ સેલિબ્રેશન ગેમ્સના ઈતિહાસની સૌથી મોટી ઘટના હશે. આ ઉદ્ઘાટન સમારોહ સ્ટેડિયમની બહાર યોજાશે. બોટ એથ્લેટ્સને 6 કિલોમીટર સુધી લઈ જશે, જેમાં પૃષ્ઠભૂમિમાં એફિલ ટાવર સહિત પેરિસના આઇકોનિક લેન્ડમાર્ક્સ હશે.

આ પણ વાંચોઃAjinkya Rahane In WTC Final : IPLમાં તેના શાનદાર ફોર્મના આધારે રહાણેને WTC ફાઈનલ માટે પસંદગી કરવામાં આવી

ત્રીજી વખત ઓલિમ્પિકની યજમાની કરશે પેરિસઃ ઉદઘાટન સમારોહ માટે એક લાખ સુધીની ટિકિટો વેચાય તેવી અપેક્ષા છે, જે 90 યુરોથી 2700 યુરો (ભારતીય રૂપિયામાં આશરે 8,135 થી 2,44,063) સુધીની હશે. પેરિસ આ પહેલા બે વખત 1900 અને 1924માં વિશ્વની સૌથી મોટી રમતોત્સવનું આયોજન કરી ચૂક્યું છે. ત્રીજી વખત ઓલિમ્પિકની યજમાની કરનાર લંડન પછી તે બીજું શહેર હશે જ્યારે વિશ્વભરના રમતવીરો આવતા વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ફ્રાન્સની રાજધાનીમાં ભેગા થશે.

ABOUT THE AUTHOR

...view details