ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિવેક સાગરને હોકી ઈન્ડિયાએ રાઈઝિંગ સ્ટાર એવોર્ડથી સન્માનિત કર્યો - sportsnews

વિવેક સાગર પ્રસાદની વર્ષના સર્વશ્રેષ્ઠ અંડર-21 હોકી પુરુષ ખેલાડીના જુગરાજ સિંહ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. વિવેકને 10 લાખ રુપિયા અને ટ્રોફી મળી છે.

etv bharat
etv bharat

By

Published : Mar 9, 2020, 5:27 PM IST

હોશંગાબાદ: ઈટારસીના નાના એવા ગામ ચાંદૌનમાં રહેનારા ભારતીય ખેલાડી વિવેક સાગરને આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ હૉકી ઈન્ડિયાેએ પણ તેમને સન્માનિત કર્યો છે. વિવેક સાગર પ્રસાદને ત્રીજો હૉકી ઈન્ડિયા વાર્ષિક એવોર્ડ 2019માં 8 માર્ચના દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં સન્માનિત કરવામાંઆ આવ્યો છે.

વિવેક સાગર પ્રસાદને 2019ના એફઆઈએચનો વર્ષનો પ્રસિદ્ધ પુરુષ ખેલાડી બનવા માટે રમત ગમત પ્રધાન કિરણ રિજિજુએ સન્માનિત કર્યો હતો. આપને જણાવી દઈએ કે, વિવેક સાગર પ્રસાદને વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી અંડર-19ના જુગરાજ સિંહ એવોર્ડ તરીકે પસંદગી કરવામાં આવી હતી. વિવેકને 10 લાખ રુપિયા અને ટ્રોફી મળી છે.

વિવેકે તેમની સફળતા વિશે લખ્યું છે. તેણે જાન્યુઆરી 2018માં 17 વર્ષની ઉંમરે ભારતની રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર બીજો સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details