- બેલ્જિયમે પ્રથમ ક્વાર્ટરની બીજી મિનિટમાં ગોલ કરીને 1-0ની લીડ મેળવી લીધી
- બેલ્જીયમ માટે લોકી ફીનીએ પહેલો ગોલ કર્યો
- હરમનપ્રીત સિંહે 7 મી મિનિટમાં ભારત માટે બરાબરી કરી
ટોક્યો: ભારતીય પુરુષ હોકી ટીમ 1972 બાદ પ્રથમ વખત ઓલિમ્પિક (Tokyo Olympics) માં સેમીફાઇનલ રમી રહી છે. તે દરમિયાન તેનો સામનો બેલ્જિયમ સાથે થયો હતો.ભારત અને બેલ્જિયમ વચ્ચે સેમીફાઇનલ મુકાબલામાં બીજુ ક્વાર્ટર સમાપ્ત થઇ ગયુ છે. સ્કોર 2-2થી બરાબર છે. ભારતીય ટીમને બીજુ ક્વાર્ટર સમાપ્ત થયાના પહેલા પેનલ્ટી કોર્નર મળ્યો. પરંતુ હરમનપ્રીત સિંહ ગોલ કરવાથી ચૂકી ગયા. ટીમ ઇન્ડિયાનો આ ચોથો પેનલ્ટી કોર્નર છે.
હરમનપ્રીત સિંહે 5 મી મિનિટ બાદ 7 મી મિનિટમાં ભારત માટે બરાબરી કરી
આ મેચ શરૂ થઈ છે જેમાં ફાઇનલમાં સ્થાન દાવ પર છે, એટલે કે વિજેતાને ગોલ્ડ મેડલ મેચનો ભાગ બનવાની તક મળશે અને હારેલાને બ્રોન્ઝ મેડલ મેચ રમવાની રહેશે. વિશ્વ રેન્કિંગમાં બીજા ક્રમે આવેલા બેલ્જિયમે પ્રથમ ક્વાર્ટરની બીજી મિનિટમાં ગોલ કરીને 1-0ની લીડ મેળવી લીધી હતી. બેલ્જીયમ માટે લોકી ફીનીએ પહેલો ગોલ કર્યો હતો. ત્યારબાદ હરમનપ્રીત સિંહે 5 મી મિનિટ બાદ 7 મી મિનિટમાં ભારત માટે બરાબરી કરી હતી. એટલું જ નહીં, મનદીપ સિંહે બીજી જ મિનિટે ગોલ કરીને ભારતને 2-1થી આગળ કરી દીધું.
આ પણ વાંચો:Tokyo Olympics: હરિયાણાની છે દુનિયાની નંબર-1 ગોલકીપર, જેણે ભારતને અપાવી સેમિફાઇનલમાં જગ્યા
આ પણ વાંચો:Tokyo Olympics: ચક દે ઈન્ડિયા! બોલિવૂડ સ્ટાર્સે મહિલા હોકી ટીમને સોશિયલ મીડિયા પર પાઠવી શુભેચ્છા