- ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલને બનાવવામાં આવી
- પુરૂષ ટીમના કેપ્ટન મનપ્રીત સિંઘને બનાવવામાં આવ્યાં
- આ વર્ષે ટોક્યોમાં રમાશે ઓલિમ્પિક્સ
નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ સોમવારે અનુભવી સ્ટ્રાઈકર રાની રામપાલ (rani rampal) ને આગામી મહિને રમાનાર ટોક્યો ઓલિમ્પિક્સ (tokyo olympics) માટે ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન તરીકે નિમણૂક કરવાની ઘોષણા કરી છે.
23 જુલાઈથી રમાશે ટોક્યો ઓલિમ્પિક્સ
કોરોના વાઈરસને કારણે એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવેલી ટોક્યો ઓલિમ્પિક્સ (tokyo olympics) આ વર્ષે 23 જુલાઈ 2021 થી 8 ઓગસ્ટ 2021 સુધી યોજાશે. આ માટે, હોકી ઇન્ડિયા (hockey india)એ થોડા દિવસો પહેલા 16 સભ્યોની ભારતીય મહિલા હોકી ટીમની ઘોષણા કરી હતી. જોકે, તે સમયે કેપ્ટનના નામની ઘોષણા કરવામાં આવી નહોતી. રાની ઉપરાંત ડિફેન્ડર દીપ ગ્રેસ એક્કા અને ગોલકીપર સવિતા પુનિયાને ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યાં છે.
ઓલિમ્પિકમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવું એ સન્માનની વાતઃ રાની
રાનીએ કહ્યું, "ઓલિમ્પિકમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત છે. વર્ષોથી કેપ્ટન તરીકેની મારી ભૂમિકાએ તેને સરળ બનાવ્યું છે. હું આ જવાબદારી માટે તૈયાર છું અને મને આ સન્માન આપવા બદલ હું હોકી ઈન્ડિયા (hockey india)નો આભાર માનું છું.
હોકી ઈન્ડિયાની રાની કેપ્ટન તરીકે હતી પહેલી પસંદ
હોકી ઈન્ડિયાએ કહ્યું કે, રાની ફક્ત તેની ઓનફિલ્ફ પ્રદર્શન માટે જ નહીં, પરંતુ ટીમમાં યુવાનોને માર્ગદર્શન આપવા માટેની તેમની સહજ ક્ષમતા માટે પણ કેપ્ટન તરીકેની પહેલી પસંદ હતી. હોકી ઈન્ડિયાએ કહ્યું કે, "સવિતા અને દીપ લગભગ એક દાયકાથી સંભવિત ટીમનો હિસ્સો છે અને તેઓ નેતૃત્વ જૂથનો મુખ્ય ભાગ રહ્યાં છે. તેઓએ 2018 માં નવમો ક્રમ મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
ભારતીય મહિલા ટીમે મેળવી છે ઘણી સફળતા