ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઓલિમ્પિક ક્વોલિફાયરઃ ભારતીય મહિલાઓનું દમદાર પ્રદર્શન,ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય - ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિક ક્વોલિફાયર

ભુવનેશ્વર : ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિક ક્વોલિફાયરની પ્રથમ લીગમાં એમેરિકાને 5-1થી પરાજય આપ્યો હતો. ટીમે 20 વર્ષ પછી અમેરિકાને આ અંતરે હરાવ્યું છે. અગાઉ 1999માં અમેરિકાને ઇન્વિટેશનલ ટૂર્નામેન્ટમાં 5-1થી પરાજય આપ્યો હતો. ગુરજીત કૌરે મેચમાં બે ગોલ કર્યા. કેપ્ટન રાની રામપાલ પ્લેયર ઓફ ધ મેચ બની. ભારતે ઓવરઓલ 5મી વખત અમેરિકાને હરાવ્યું છે. બંને ટીમો વચ્ચે 30 મેચ રમાઇ. ભારતે પહેલી વખત કોઇ ટૂર્નામેન્ટમાં અમેરિકાને હરાવ્યું છે. 4 જીત ઇન્વિટેશનલ ટૂર્નામેન્ટ કે ટેસ્ટ મેચમાં મેળવી હતી. કલિંગા સ્ટેડિયમમાં થયેલી મેચના પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. 27મી મિનિટ સુધી સ્કોર 0-0થી બરાબર હતો. 28મી મિનિટમાં પેનલ્ટી કોર્નરથી લિલિમા મિંજે ગોલ કરી ટીમને સરસાઇ અપાવી હતી.

ઓલિમ્પિક ક્વોલિફાયરઃ ભારતીય મહિલાઓનું દમદાર પ્રદર્શન,ટોક્યો લિમ્પિક માટે ક્વોલિફાય

By

Published : Nov 3, 2019, 3:11 AM IST

હોકી ઓલિમ્પિક ક્વોલિફાયરના બીજા મુકાબલામાં અમેરિકા સામે હાર્યા બાદ પણ ભારતીય વિમેન્સ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. ભારતીય ટીમે એગ્રિગેટના આધારે અમેરિકાને ૬-૫ના સ્કોરથી પરાજય આપ્યો હતો.

ઓલિમ્પિક ક્વોલિફાયરઃ ભારતીય મહિલાઓનું દમદાર પ્રદર્શન,ટોક્યો લિમ્પિક માટે ક્વોલિફાય
ઓલિમ્પિક ક્વોલિફાયરઃ ભારતીય મહિલાઓનું દમદાર પ્રદર્શન,ટોક્યો લિમ્પિક માટે ક્વોલિફાય

ભારતે પ્રથમ મુકાબલામાં અમેરિકન ટીમને ૫-૧ના મોટા માર્જિનથી હરાવી હતી. જોકે, બીજા મુકાબલામાં ભારતને અમેરિકા સામે ૧-૪થી હાર મળી હતી. ભારતે અમેરિકાના પાંચ ગોલના મુકાબલા છ ગોલ સાથે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં સફળતા મેળવી હતી. ભારતીય વિમેન્સ હોકી ટીમ બીજા મુકાબલાના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં રિધમવિહોણી જણાતી હતી અને ડિફેન્સ અત્યંત નબળું હતું. અમેરિકાએ સતત ચાર ગોલ કરીને યજમાન ટીમને બેકફૂટ ઉપર ધકેલી દીધી હતી. ભારત માટે મેચવિનંગ ગોલ સુકાની રાની રામપાલે ૪૯મી મિનિટે કર્યો હતો

ઓલિમ્પિક ક્વોલિફાયરઃ ભારતીય મેન્સ હોકી

મહિલા ટીમ ઓલિમ્પિકમાં માત્ર બે વખત રમી શકી છે. 1980માં ટીમને પહેલી વખત તક મળી હતી. ત્યારે ટીમે ચોથું સ્થાન મેળવ્યું હતું. ત્યાર બાદ 36 વર્ષના અંતરાળે 2016માં ટીમને ઓલિમ્પિકમાં રમવા મળ્યું. પરંતુ ટીમ તેમાં બહુ ખાસ કરી શકી નહીં અને 12મા સ્થાને રહી હતી.

ભારતીય મેન્સ હોકી ટીમે રશિયાને ૧૧-૩ના એગ્રિગેટથી હરાવીને ૨૦૨૦માં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું હતું. ભારતે ઓલિમ્પિક ક્વોલિફાયરના બીજા મુકાબલામાં રશિયાને ૭-૧થી કચડી નાખ્યું હતું. ભારતીય મેન્સ ટીમે ૨૦૦૮ની બેઇજિંગ ઓલિમ્પિકને બાદ કરતાં ૨૧મી વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. ભારતે શનિવારે રશિયાને ૪-૨થી પરાજય આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details