ગુજરાત

gujarat

ETV Bharat / sports

રાષ્ટ્રીય ખેલ દિવસઃ આપે આ વાંચવું જોઈએ, જાણો વિગતવાર માહિતી - NationalSportsDay 2020

રાષ્ટ્રીય ખેલ દિવસનો ઉદ્દેશ ખેલની ભાવનાને ઉજાગર કરવાનો અને ખેલના ફાયદા વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ટૂંકમાં, રાષ્ટ્રીય ખેલ દિવસ એ એક એવો દિવસ છે કે જ્યારે આપણે ખેલ જગત માટે નિષ્ક્રીય એવા ભારતને રમત-ગમત માટે સક્રીય એવુ એક રાષ્ટ્ર બનાવી શકીએ છીએ.

national-sports-day
રાષ્ટ્રીય ખેલ દિવસ

By

Published : Aug 29, 2020, 12:47 PM IST

હૈદરાબાદ: રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઓળખાતો નેશનલ સ્પોર્ટ્સ ડે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ ભારતીય હોકીના લેજન્ડ ધ્યાનચંદસિંહની યાદમાં ઉજવવામાં આવે છે, વર્ષ 2020 એ હોકી ખેલાડી ધ્યાનચંદની 115ની જન્મ જયંતિનું વર્ષ છે. ભારત સરકારે સૌપ્રથમ 2012માં આ દિવસને ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ તરીકે ઉજવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. ત્યારથી આ દિવસ દેશના ઉત્સાહી ખેલચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.

રાષ્ટ્રીય ખેલ દિવસ
હોકી ખેલાડી ધ્યાનચંદ

ખેલજગતના મહત્વ વીશે જાગૃતિ ફેલાવવા ઉપરાંત આ વિશેષ દિવસ ભારતના રમત ગમતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ધ્યાનચંદના યોગદાન અને તેમની સિદ્ધિઓને પણ પ્રકાશીત કરે છે. ધ્યાનચંદસિંહ નાની ઉંમરે જ આર્મીમાં જોડાયા હતા અને તેઓ તેમના કોચ પંકજ ગુપ્તા પાસેથી હોકીની રમત શીખ્યા હતા. તેમણે ખુબ ઝડપથી બોલ ડીબલીંગની ટેક્નીક શીખી લીધી હતી અને એ જ ટેક્નીકની ખુબીના કારણે તેઓ આગળ જઈને ભારતીય હોકી ટીમના કેપ્ટન પણ બન્યા. તેમની અસાધારણ કુશળતાને કારણે તેઓને ‘ચંદ’ નામ આપવામાં આવ્યુ હતું.

હોકી ખેલાડી ધ્યાનચંદ

આવા દિગ્ગજ ખેલાડીને સાચી શ્રધ્ધાંજલી આપવા માટે ભારત સરકારે વર્ષ 2012થી તેમના જન્મદિવસને ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. તેઓ એકમાત્ર એવા ખેલાડી છે કે જેમને પદ્મ ભૂષણના ખીતાબથી નવાજવામાં આવ્યા હતા. ખેલજગતમાં તેમને મળેલા એવોર્ડઝ અને સિદ્ધિઓને ભારતીય ખેલજગતના ઇતિહાસમાં સૌથી ઉંચા દરજ્જા પર મુકવામાં આવે છે.

હોકી ખેલાડી ધ્યાનચંદ
હોકી ખેલાડી ધ્યાનચંદ

રાષ્ટ્રીય ખેલ દિવસ વિશે એ બધુ જ કે જે આપે જાણવુ જોઈએ:

  • રાષ્ટ્રીય ખેલ દિવસ હોકીના દિગ્ગજ ખેલાડી ધ્યાનચંદને સમર્પિત છે.
  • ધ્યાનચંદનો જન્મ વર્ષ 1905માં 29 ઓગસ્ટના રોજ પ્રયાગરાજ (હાલના અલ્હાબાદ) માં થયો હતો.
  • ભારતને ગૌરવ અપાવનારા ખેલાડીઓને આ દિવસે એવોર્ડથી નવાજવામાં આવે છે.
  • પ્રાથમીક શીક્ષણ પછી ધ્યાનચંદ 16 વર્ષની વયે સૈનિક તરીકે આર્મીમાં જોડાયા હતા.
  • પ્રથમ બ્રાહ્મણ રેજીમેન્ટના ધ્યાનચંદને હોકીમાં કંઈ ખાસ રસ ન હતો.
  • આર્મીના સુબેદાર-મેજર ભાલે તિવારીએ સૌપ્રથમ ધ્યાનચંદની હોકી માટેની કુશળતાને પારખી હતી.
  • ધ્યાનચંદે ત્રણ ઓલમ્પીક ગેમ્સમાં ભારતનું પ્રતિનીધીત્વ કર્યુ હતુ.
  • બીજા વિશ્વ યુદ્ધ પહેલા, વર્ષ 1928માં ધ્યાનચંદે ભારતનો પહેલો ઓલમ્પીક ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • તેઓએ ભારત માટે અન્ય બે ગોલ્ડ મેડલ વર્ષ 1932 અને 1936ની ઓલમ્પીક ગેમ્સમાં જીત્યા હતા.
  • વર્ષ 1936ની બર્લિન ઓલમ્પીક ગેમ્સમાં ધ્યાનચંદે જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરને સલામી આપવાનો ઇન્કાર કર્યો હતો.
  • હોલેન્ડમાં રમાઈ રહેલી મેચ દરમીયાન તેમની હોકી સ્ટીકમાં ચુંબક રાખવામાં આવ્યુ છે કે કેમ તે જોવા માટે તેમની હોકી સ્ટીકને તોડવામાં આવી હતી.
    હોકી ખેલાડી ધ્યાનચંદ
  • વર્ષ 1956માં ધ્યાનચંદને પદ્મ ભૂષણના ખીતાબથી નવાજવામાં આવ્યા હતા.
  • આ દિવસે રમતવીરો અને તેમના કોચને ‘રાજીવ ગાંધી ખેલરત્ન’, ‘અર્જૂન’, ‘ધ્યાનચંદ’ અને ‘દ્રોણાચાર્ય’ એવોર્ડથી નવાજવામાં આવે છે.
  • ‘તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ’, ‘મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી’ અને ‘રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર’ પણ આ યાદીમાં સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details