નવી દિલ્હી: ભારતીય મહિલા ટીમની કેપ્ટન રાની રામપાલ ગુરુવારે પ્રતિષ્ઠિત 'વર્લ્ડ ગેમ્સ એથલિટ ઓફ ધ યર' એવોર્ડ જીતનાર વિશ્વભરની પ્રથમ હોકી ખેલાડી બની છે. ખેલના ચાહકો દ્વારા 20 દિવસના મતદાન બાદ વર્લ્ડ ગેમ્સે ગુરુવારે રાનીને વિજેતાની ઘોષણા કરી હતી.
વર્લ્ડ ગેમ્સએ કહ્યું કે, "ભારતીય હોકીની સુપરસ્ટાર રાનીએ વર્લ્ડ ગેમ્સની વર્ષ 2019ની એથ્લેટ છે. રાનીને 1,99,477 મત મળ્યા હતા, રાની એથ્લેટ ઓફ ધ યર રેસની સ્પષ્ટ વિજેતા છે, જાન્યુઆરીમાં 20 દિવસના મતદાન દરમિયાન વિશ્વભરના રમતપ્રેમીઓએ તેમના મનપસંદને મત આપ્યો છે. 20 દિવસમાં 7,05,610થી વધુ મતદાતા દરમિયાન મતદાન કરવામાં આવ્યું હતું.
ગયા વર્ષે ભારતે FIH સિરીઝ જીતી હતી જેમાં રાની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહી હતી. રાનીના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે તેના ઇતિહાસમાં ત્રીજા ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે.