ઢાકા: ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતને મંગળવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (ASIAN CHAMPIONS TROPHY SEMIFINAL) મેન્સ હોકી ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં જાપાન સામે 3-5થી હારનો સામનો (INDIAN MEN HOCKEY TEAM LOOSES TO JAPAN) કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય કે, મેચની શરૂઆત પહેલા ભારતને જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું. જેણે પોતાની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં આ જ ટીમને 6-0થી હરાવી હતી. જાપાન સામે ભારતનો જીત- હારનો રેકોર્ડ પણ સારો છે પરંતુ વિરોધી ટીમે સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમને ચોંકાવી દીધી હતી.
યામાદાએ પ્રથમ મિનિટમાં પેનલ્ટી પર ગોલ કરીને લીડ અપાવી
મંગળવારે જાપાનની ટીમ સંપૂર્ણપણે બદલાયેલી દેખાતી હતી અને તેણે શરૂઆતથી જ મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમની ડિફેન્સ લાઇનમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું હતું. જાપાનને શોટા યામાદાએ પ્રથમ મિનિટમાં પેનલ્ટી પર ગોલ કરીને લીડ અપાવી હતી. જ્યારે રેકી ફુજીશિમા (2જી), યોશિકી કિરીશિતા (14મી), કોસેઈ કાવાબે (35મી) અને ર્યોમા ઓકા (41મી)એ પણ ગોલ કર્યા હતા.