- ભારતીય હોકી ટીમે યુરોપ પ્રવાસમાં બ્રિટનની ટીમને ધૂળ ચટાડી
- કેપ્ટન શ્રીજેશ અને વાઈસ કેપ્ટન હરમનપ્રીતનો અંદાજ રહ્યો આક્રમક
- બીજા મુકાબલામાં 1-1થી ડ્રો રહેલી મેચને ભારતે જીતમાં પરિવર્તિત કરી
બેલ્જિયમઃ મનદીપ સિંહ દ્વારા 59મી મિનિટે કરવામાં આવેલા ગોલના કારણે ભારતીય પુરુષ હોકી ટીમે સોમવારે અહીં બ્રિટનને 3-2થી હરાવીને પોતાનો યુરોપ પ્રવાસ વિજયી રીતે પૂર્ણ કર્યો છે. હરમનપ્રીત સિંહે પહેલી જ મિનિટમાં ગોલ કરીને ભારતનું ખાતું ખોલી દીધું હતું. જોકે, મનદીપે 28મી અને પછી 59મી મિનિટે ગોલ કરીને ટીમની જીત નિશ્ચિત કરી દીધી.
આ પણ વાંચોઃIPL નો કાર્યક્રમ જાહેર, યુવાનો 'નરેન્દ્ર મોદી' સ્ટેડીયમમાં IPL ની મેચ જોવા ઉત્સુક
કેપ્ટન શ્રીજેશે ટીમને પાછળ જતા રોકી લીધી
આની પહેલાના મુકાબલામાં સિમરનજીત સિંહના ગોલથી ભારતે બ્રિટનને 1-1થી ડ્રો પર રોકી દીધું હતું. જ્યારે જર્મની સામે પીઆર શ્રીજેશની આગેવાનીવાળી ટીમે પહેલા મુકાબલામાં 6-1ની જીત નોંધાવી અને બીજા મુકાબલામાં 1-1થી ડ્રો રહી હતી. ભારતીય ટીમ પહેલા ક્વાર્ટરમાં લીડ કરવામાં સફળ રહી હતી. બ્રિટને બીજા ક્વાર્ટરમાં જોકે સ્કોરને 1-1થી બરાબર કરી દીધો હતો. મેચની 20મી મિનિટમાં મીડ ફિલ્ડર ગોલે મેદાની ગોલ કરીને ટીમનું ખાતું ખોલ્યું હતું. આ ગોલ પછી ભારતીય ટીમ થોડા દબાણમાં આવી ગઈ હતી. બ્રિટન પેનલ્ટી કોર્નર મેળવવામાં સફળ રહ્યું હતું. કેપ્ટન શ્રીજેશે બચાવ કરીને ટીમને પાછળ જતા રોકી હતી.