પુરુષ અને મહિલા બંને વિશ્વકપના વેન્યૂની જાહેરાત બાદમાં દેશો યજમાની કરશે.
ભારત 2023 પુરુષ હોકી વિશ્વકપની યજમાની કરશે - International Hockey Federation
મુંબઈ: ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH)એ જાહેરાત કરી કે, 2023 પુરુષ હોકી વિશ્વકપની યજમાની કરશે. આ ટુર્નામેન્ટ 12 જાન્યુઆરી 2023થી 29 જાન્યુઆરી 2013 સુધી ચાલશે. આ સાથે ફેડરેશને કહ્યું કે, સ્પેન અને નેધરલેન્ડ્ઝ અને 2022 FIH મહિલા હોકી વિશ્વકપની સંયુક્ત રીતે યજમાની કરશે. આ ટુર્નામેન્ટ 1 જુલાઈ 2022 થી 17 જુલાઈ 2022 સુધી રમાશે.
hockey
FIHના CEO થિયરી વેલે કહ્યું કે, FIHની પાસે આ ટુર્નામેન્ટની યજમાની માટે ઘણા પ્રસ્તાવો આવ્યા હતાં. આ નિર્ણય કરવો મુશ્કેલ હતો. FIHની પ્રાથમિક નીતિ આ રમતને સમગ્ર દુનિયા સુધી ફેલાવવાની છે. પ્રત્યેક દાવાની ઈન્કમ જનરેશન સંભાવનાના નિર્ણયમાં મોટી ભૂમિકા ભજવી હતી.