નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયા બુધવારે એક સ્પેશિયલ ઑનલાઇન વિશેષ કોંગ્રેસનું આયોજન કરશે. જેમાં રાષ્ટ્રીય પુરુષો અને મહિલા હોકી ટીમોની ટોક્યો ઓલિમ્પિક માટેની તૈયારીઓની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
હૉકી ઈન્ડિયા 13 મેના રોજ ઓલિમ્પિક માટેની તૈયારીઓ પર ચર્ચા કરશે - ટોક્યો ઓલિમ્પિક
હોકી ઈન્ડિયા કોંગ્રેસ અધિવેશનમાં હોકી ઈન્ડિયા નેશનલ ચેમ્પિયનશીપની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. આ સિવાય ટોક્યો ઓલિમ્પિક માટેની હોકી ટીમોની તૈયારીની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
![હૉકી ઈન્ડિયા 13 મેના રોજ ઓલિમ્પિક માટેની તૈયારીઓ પર ચર્ચા કરશે Hockey India to conduct Special Congress online on May 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7100681-70-7100681-1588849737222.jpg)
હૉકી ઈન્ડિયા 13 મેના રોજ ઓલિમ્પિક માટેની તૈયારીઓ પર ચર્ચા કરશે
હોકી ઈન્ડિયાના સર્ક્યુલર મુજબ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ના પ્રમુખ નરિન્દર બત્રા અને આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (એફઆઈએચ)ના વડા કોંગ્રેસમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને કોંગ્રેસને સંબોધન કરશે. બેઠકમાં રાજ્ય ચેમ્પિયનશીપનું આયોજન કરવું અને આવતા વર્ષથી નવી સ્થાનિક રચનાઓ પણ ચર્ચાના વિષયોમાં શામેલ રહેશે.
ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવ આ વર્ષે 24 જુલાઈથી 9 ઑગસ્ટ દરમિયાન યોજાવાનો હતો, પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે આગામી વર્ષે સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.