નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ કોરોના વાઇરસ વિરુદ્ધ લડાઈમાં ઓડિશા મુખ્યમંત્રી રાહત ભંડોળમાં 21 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
હોકી ઈન્ડિયા આ અગાઉ પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં કુલ 1 કરોડનું યોગદાન આપી ચૂક્યું છે અને હવે તેમણે ઓડિશા સરકારની પણ મદદ કરવાનો નિર્ણય લીધો છે.
ઓડિશામાં કોરોનાના કેસમાં મોટા પાયે વધારો થઇ રહ્યો છે અને હોકી ઈન્ડિયા કાર્યકારી બોર્ડે રાજ્ય સરકારની મદદ કરવા માટે નિર્ણય લીધો છે.
હોકી ઈન્ડિયાના અધ્યક્ષ મોહમ્મદ મુશ્તાક અહમદે કહ્યું કે, તાજેતરના સમયમાં આપણે તમામ લોકો આ સંકટનો સામનો કરી રહ્યાં છીંએ. હોકી ઈન્ડિયામાં દરેકને આશા છે કે, 21 લાખ રૂપિયાનું આ યોગદાન કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં મદદ કરી શકશે.
હોકી ઈન્ડિયાના મહાસચિવ રાજિંદર સિંહે કહ્યું કે, હોકી ઈન્ડિયાને હંમેશા ઓડિશાના લોકો પાસેથી અપાર સમર્થન અને પ્રેરણા મળે છે. મને ગર્વ છે કે, હોકી ઈન્ડિયા કાર્યકારી બોર્ડે ઓડિશા મુખ્યમંત્રી રાહત ભંડોળમાં કુલ 21 લાખ રૂપિયાનું યોગદાન આપવાનો નિર્ણય લીધો છે.