ચંદીગઢ: દિગ્ગજ હોકી ખેલાડી અને ગોલ મશીન તરીકે જાણીતા પદ્મશ્રી બલબીર સિંહ સિનિયરનું સોમવાર સવારે નિધન થયું હતું. બલબીર સિંહ સિનિયર 95 વર્ષના હતા. શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદને કારણે તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમણે સોમવારે સવારે 6.17 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
બલબીર સિંહ સિનિયર તેમના પુત્રી સાથે ચંદીગઢ સેક્ટર-36માં રહેતા હતા. જ્યાં તેમનું અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર સેકટર-25ના સ્મશાનગૃહમાં સાંજે 5 કલાકે કરવામાં આવશે. હોકીમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.