- પૂર્વ હોકી ખેલાડી બલબીરસિંહ જુનિયરનું નિધન થયું
- બલબીરસિંહના મૃત્યુથી હોકી યુગનો અંત આવ્યો
- તેઓ લાંબા સમયથી હૃદયની બિમારીથી પીડાઈ રહ્યા હતા
ચંડીગઢ :પૂર્વ હોકી ખેલાડી અને એશિયન ગેમ્સમાં રજત પદક વિજેતા ટીમના સભ્ય બલબીરસિંહ જુનિયરનું રવિવારે સવારે નિધન થયું હતું. તેઓ 89 વર્ષના હતા. સંસારપુર(જલંધર)માં 2 મે, 1932ના રોજ જન્મેલા બલબીરસિંહ જુનિયર ચંડીગઢ સેક્ટર -34માં રહેતા હતા. મોડી સાંજે સેકટર-25 સ્થિત સ્મશાન ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુથી હોકી યુગનો અંત આવ્યો.
આ પણ વાંચો : અર્જેન્ટિનાને હરાવીને ભારત FIH પ્રો લીગમાં ચોથા સ્થાને પહોંચ્યું
હૃદયની બિમારીથી પિડાતા હતા અને લાંબા સમયથી બિમાર હતા