ભુવેનેશ્વર: મેજબાન ભારતીય પુરુષ હોકી ટીમે શનિવાર કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી FIH પ્રો-હોકી લીગની મેચમાં ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટ આઉટમાં 3-1 હરાવ્યું છે. ભારતને વિશ્વમાં નંબર 2 ઓસ્ટ્રેલિયાની સામે શુક્રવારે રમાયેલી પહેલી મેચમાં 3-4થી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મેચમાં ભારતીય ટીમ નક્કી સમય પહેલા 2-2ની બરાબરી પર રહી હતી. જે બાદ આ મેચમાં શૂટ આઉટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.
FIH પ્રો-હોકી: ભારતે પેનલ્ટી શૂટમાં ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવ્યું - FIH પ્રો હોકી લીગ
ભારતીય હોકી ટીમે FIH પ્રો-હોકી લીગની મેચમાં ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટમાં 3-1થી હરાવ્યું છે. આ જીત સાથે ભારતને બોનસ પોઈન્ટ મળ્યો છે. નક્કી સમય પ્રમાણે સ્કોર બરાબર રહેતા બંને ટીમોને એક એક અંક મળે છે અને શૂટ આઉટમાં જીતનાર ટીમને બોનસ અંક મળે છે.
આ જીત સાથે ભારતીય હોકી ટીમને એક બોનસ પોઈન્ટ મળ્યો છે. પ્રો-લીગના નિયમો પ્રમાણે નક્કી સુધી સ્કોર બરાબર રહેતા બંને ટીમોને એક એક અંક મળે છે અને શૂટ આઉટમાં જીતનાર ટીમને બોનસ પોઈન્ટ મળે છે.
ભારતી ટીમ FIH પ્રો હોકી લીગમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. જેમાં 2 મેચમાં જીત, 2 મેચ ડ્રો અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ભારતના 10 અંક સાથે નંબર 4 પર છે. ઉલ્લેખનીય છે કે, ભારત FIH પ્રો હોકી લીગમાં 25 અને 26 ફેબ્રુઆરીએ જર્મનીની સામે રમશે. જે બાદ ભારતીય ટીમ આર્જેન્ટિનાનો પ્રવાસ કરશે. 5 અને 6 જૂને આજેન્ટિના સામે મેચ રમશે.