કુરૂક્ષેત્ર: ભારત સરકારે શનિવારે સાંજે પદ્મ શ્રી એવોર્ડ માટેનું લિસ્ટ જાહેર કર્યુ હતું. જેમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન રાની રામપાલને પદ્મ શ્રી એવોર્ડમાંથી નોમિનેટ કરવામાં આવ્યાં છે. રાની રામપાલ હરિયાણાની એક ખેલાડી છે. જેનું નામ પદ્મ પુરસ્કારમાં સામેલ છે.
ભારતીય હોકીની 'રાની' રામપાલ
રાનીને ભીમ એવોર્ડ અને અર્જુન એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી છે. રાનીના પિતા રામપાલે જણાવ્યું કે, મારી પુત્રીનું નામ પદ્મ શ્રી એવોર્ડમાં નોમિનેટ થતા ખુશી છે. મારી પુત્રીએ ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે, પદ્મ શ્રી એવોર્ડ મળ્યો છે, જેના પગલે દેશને તેના પર ગર્વ છે. રાનીને પદ્મ શ્રી મળતાની જાહેરાત થયા બાદ તેના ઘર પર ખુશીનો માહોલ છવાયો હતો. રાની ઘરમાં બે ભાઇ સાથે સૌથી નાની છે.
પિતાને આદર્શ માને છે રાની રામપાલ
4 ડિસેમ્બર, 1994ના કુરૂક્ષેત્રના શાહાબાદ મારકંડામાં રામપાલ અને રામમૂર્તિના ઘરે જન્મેલી પુત્રીનું નામ રાની રાખવામાં આવ્યું હતું. રાની તેના પિતાને આદર્શ માને છે. રાની રામપાલ તેના નામ પાછળ પિતાનું નામ જોડે છે.
13 વર્ષની ઉંમરમાં જ ભારતીય ટીમમાં સામેલ થઇ 'રાની'
પરિવારની પરિસ્થિતી નબળી હતી, ગામની શાહબાદ હોકી એકેડેમીની છોકરીઓ ભારતીય ટીમનો હિસ્સો હતી, જે કારણે તેને હોકી રમવાનો શોખ જાગ્યો હતો અને તેને હોકી સ્ટીક પર હાથ પર અજમાવ્યો હતો. રાની 13 વર્ષની ઉંમરમાં જ ભારતીય મહિલા હોકી ટીમમાં સામેલ થઇ હતી.
રાની રામપાલની સફર
છેલ્લા 11 વર્ષથી ટીમ ઇન્ડિયાનો હિસ્સો છે. ક્લાસ રુમની છોકરીઓને હોકી રમતા તેને પ્રેરણા મળી અને તેમાંથી શીખ મેળવી અને હોકીમાં નામ મેળવ્યું, ત્યારબાદ હોકી ટીમની કેપ્ટન બની. જેવી રીતે રાની હોકીમાં આગળ વધતી રહી તેવી રીતે રાનીના ઘરની પરિસ્થિતિ પણ સુધરતી ગઇ. રાની રામપાલની જિંદગી ભારે સંધર્ષ પૂર્ણ રહી છે. રાની જ્યારે એકેડેમીમાં પ્રેક્ટિસ કરવા જતી ત્યારે તે ડાઇટના દૂધમાં પાણી ભેળવી પીતી હતી.
વિશ્વમાં સૌથી ઓછી ઉંમરમાં રમનાર ખેલાડી
રાની રામપાલ 2010માં વર્લ્ડકપ રમનારી સૌથી ઓછી ઉંમરની ખેલાડી છે. રાનીની ટીમના ખેલાડી અને તેના કોચે તેનું સમર્થન કર્યુ હતું. રાની રામપાલનું ધ્યાન જુલાઇ 2020માં જાપાનના ટોક્યોમાં રમાનારી ઓલિમ્પિકમાં મેડલ જીતવા પર છે. હાલમાં તે ન્યૂઝીલેન્ડમાં છે.