ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઓલ્મપિક વિજેતા પૂર્વ હોકી ખેલાડી બલવીર સિંહ મહારાજા રંજીત સિંહ એવોર્ડથી સન્માનિત - PUNJAB

ચંડીગઢ : પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે 3 વખતના ઓલ્મપિક વિજેતા પૂર્વ હોકી ખેલાડી બલવીર સિંહ સીનિયરને પી.જીઆઈ.એમ.ઈ.આર હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. સાથે તેમને મહારાજા રંજીત સિંહ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

F

By

Published : Jul 11, 2019, 6:21 AM IST

Updated : Jul 11, 2019, 6:32 AM IST

અમરિન્દર સિંહે હોકી ખેલાડીને કહ્યુ કે, તેમનું નામ ભારત રત્ન માટે મોકલવામાં આવે. મુખ્યપ્રધાને બલવીર સિંહને સારવાર માટે 5 લાખ રુપિયા આપ્યા હતા.

94 વર્ષના બલવીર સિંહે લંડન ઓલ્મપિક 1948, હેલસિન્ક ઓલ્મિપક-1952 અને મેલબર્ન ઓલ્મપિક-1956માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતા. મેલબર્ન ઓલ્મપિકમાં ટીમના કેપ્ટન અને ભારતીય ઓલ્મિપક દળના ધ્વજાવાહક હતા. 1975માં વર્લ્ડ કપ જીતનારી ટીમના મેનેજર પણ હતા.

Last Updated : Jul 11, 2019, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details