નવી દિલ્હીઃ વર્ષ 1975 વિશ્વ કપ વિજેતા હૉકી ટીમના પ્રમુખ સભ્ય અશોક કુમારે કહ્યું હતું કે, તેમના પિતા અને હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદના જીવન પર એક બાયોપિક ફિલ્મ બનવા જઇ રહી છે.
હૉકીના જાદુગરના જીવન પર બનશે બાયોપિક
મેજર ધ્યાનચંદના જીવન પર બાયોપિકને લઇને 2012 માં પણ તેના પુત્ર અશોક કુમાર સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. ફિલ્મ પર હસ્તાક્ષર થવા છતાં અમુક કારણોને લઇ આ ફિલ્મ બની શકી ન હતી.
હવે પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલાના આરએસવીપી મૂવીઝે જાહેરાત કરી હતી કે, તે ધ્યાનચંદના જીવન પર બાયોપિક બનાવશે. પ્રેમનાથ રાજગોપાલનની સાથે સહ-નિર્માતાના રુપે હૉકીના દિગ્ગજ ધ્યાનચંદની સ્ટોરી મોટા પરદા પર લાવવા માટે રોની સ્ક્રૂવાલા અને ડિરેક્ટર અભિષેક ચોબે ફરીથી સાથે કામ કરી રહ્યા છે.
પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલાએ અશોક કુમાર સાથે સંપર્ક કર્યો
અશોક કુમારે કહ્યું કે, 'જ્યારે હું ભોપાલમાં પોતાના કોચિંગ સ્ટાઇનમેન્ટ પર હતો, ત્યારે રોહિત વૈદે મને મારા પિતા પર એક ફિલ્મ બનાવવાની ઇચ્છા સાથે સંપર્ક કર્યો હતો. મેં તેમને એશબાગ સ્ટેડિયમમાં પહેલીવાર મુલાકાત કરી હતી. મેં પરિવાર સાથે વાત કરી અને તે ખુશ હતા કે, ધ્યાનચંદના જીવન પર ફિલ્મ બનશે.'
અભિનેતા રણબીર કપૂર ધ્યાનચંદની ભૂમિકા નિભાવશે
અમુક વીડિયો રિપોર્ટરમાં દાવો કર્યો હતો કે, અભિનેતા રણબીર કપૂર ધ્યાનચંદની ભૂમિકા નિભાવશે.
અશોકે કહ્યું કે, 'ફરીથી, 2017 અથવા 2018 ની આસપાસ વૈદે નિર્માતા અશોક ઠકેરિયાને ફિલ્મના અધિકાર વેચ્યા અને ફરીથી પરિવર્તનની સાથે એક નવો કરાર કર્યો હતો. જે બાદ આગળ કંઇ થઇ શક્યું ન હતું. કાસ્ટિંગને અંતિમ રુપ આપવામાં આવ્યું ન હતું અને મને જણાવવામાં આવ્યું હતું કે, સ્ટૂડિયો ઉપલબ્ધ નથી. નવા કરાર અનુસાર, ફિલ્મ આ ઓક્ટોબર-નવેમ્બર સુધી આવવાની હતી, પરંતુ આ વર્ષની શરૂઆત બાદથી કોવિડે તમામ વસ્તુઓ પર રોક લગાવી અને તેનાથી આ પરિયોજનામાં વધુ મોડું થયું હતું. મને કરાક સમય વધુ એક વર્ષ વધારવા માટે કહેવામાં આવ્યું હતું અને મેં એવું કર્યું.'