મોહાલીઃ પદ્મશ્રીથી સમ્માનિત અને ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ વિજેતા રહેનારા ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સભ્ય અને મહાન ખેલાડી બલબીર સિંહ સિનિયરનું લાંબી બીમારી બાદ સોમવારે નિધન થયું હતું.
પદ્મશ્રીથી સમ્માનિત અને ઓલિમ્પક્સના ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરનાર મહાન હોકી ખેલાડી બલબીર સિંહનું નિધન ભારતના સર્વશ્રેષ્ઠ મહાન ખેલાડીઓમાં શામેલ બલબીર સિંહ સિનિયર લાંબા સમયથી બીમાર હતા. મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બલબીર સિંહને જુલાઇ 2019માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તે સમયે પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને ખેલ પ્રધાન રાણા ગુરમીત સિંહ સોઢી તેમને મળવા આવ્યા હતા.
પદ્મશ્રીથી સમ્માનિત અને ઓલિમ્પક્સના ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરનાર મહાન હોકી ખેલાડી બલબીર સિંહનું નિધન બલબીર સિંહ સિનિયરે તેમની કારકિર્દી દરમિયાન ઘણી સિદ્ધિઓ હાસીંલ કરી હતી. બલબીર લંડન ઓલમ્પિક્સ-1948, હેલસિંકી ઓલિમ્પિક્સ-1952 અને મેલબોર્ન ઓલિમ્પિક્સ-1956માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમમાં તેઓ સામીલ હતા.
પદ્મશ્રીથી સમ્માનિત અને ઓલિમ્પક્સના ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરનાર મહાન હોકી ખેલાડી બલબીર સિંહનું નિધન 1952ની ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રકના મેચમાં બલવીરે નેધરલેન્ડ્સ સામે પાંચ ગોલ કર્યા હતા, જેથી ભારતની 6-1થી જીત થઇ હતી. આ સાથે જ ફાઇનલ મેંચમાં સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ તેઓએ પોતાના નામે કર્યો હતો અને તે રેકોર્ડ હજી પણ બરકરાર છે.
હેલસિંકી ઓલિમ્પિક્સમાં તેને ભારતીય ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જેમાં તેઓ ભારતના ધ્વજવાહક રહ્યાં હતા અને તે વર્ષે તેઓએ કુલ 13 ગોલ કર્યા હતા.
બલબીર વિશ્વ કપ-1971માં બ્રોન્ઝ મેડલ જીતનારી અને વિશ્વ કપ 1974 જીતનારી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે હતા.
બલબીર સિંહ સિનિયરે 1947માં શ્રીલંકાના ભારત પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય મેંચમાં ડિબ્યું કર્યું હતું. તેમણે વર્ષ 1948માં આર્જેન્ટિના સામે ઓલિમ્પિકસમાં પોતાની પહેલી ઓલિમ્પિક્સ મેંચ રમી હતી. તેઓએ આ મેંચમાં પોતાના પ્રદર્શનથી બધાને ચોકાવ્યા હતા.
બલબીર સિંહ મેલબોર્ન ઓલિમ્પિક્સ-1956માં ભારતીય હોકી ટીમનો કેપ્ટન બન્યો હતો. જોકે પહેલી જ મેંચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો.
બલબીર સિંહની સિદ્ધિઓનુ લિસ્ટ ઘણુ લાંબુ છે, તેણે ઓલિમ્પિકમાં ઘણી સીદ્ધિઓ હાસીંલ કરી હતી. આ સાથે જ તે એશિયન ગેમ્સ(1958-1962) માં રજત પદક જીતનારી ભારતીય ટીમમાં પણ તેઓ સામીલ હતા.
તેઓ 1975 વિશ્વ કપ વિજેતા ભારતીય હોકી ટીમના મેનેજર પણ રહ્યા હતા. તેમની સિદ્ધિઓ બદલ તેમને વર્ષ 1957માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તે પ્રથમ સ્પોટર્સ પર્સન હતા.
વર્ષ 2015માં હોકી ઇન્ડિયા દ્વારા મેજર ધ્યાનચંદ લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ માટે તેમની પસંદગી થઇ હતી.