નવી દિલ્હી: સ્ટ્રાઇકર મનદીપસિંહ બાદ કોરોના વાઇરસ પોઝિટિવ આવેલા પાંચ અન્ય હોકી ખેલાડીઓને પણ સાવચેતીના પગલા તરીકે બેંગલુરૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય ખેલ પ્રાધિકરણ (સાઇ)એ બુધવારે આ માહિતી આપી હતી. મનદીપમાં આ બિમારીના લક્ષણો દેખાયો નહોતા, પરંતુ લોહીમાં ઓક્સિનનનું સ્તર ઘટતા તેને સોમવારે રાત્રે એસએસ સ્પર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ટીમના પાંચ સાથીઓને પણ મંગળવારે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાઇએ કહ્યું કે, ભારતીય ખેલ પ્રાધિકરણે પાંચ અન્ય ખેલાડીઓની સાવચેતી માટે તેમને એસએસ સ્પર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 20 ઓગષ્ટથી શરૂ થનાર રાષ્ટ્રીય શિબિર માટે ગયા સપ્તાહે બેગલુરૂ પહોંચેલી ભારતીય ટીમના 6 ખેલાડીઓ કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યા હતાં. આ 6 ખેલાડીઓમાં કપ્તાન મનપ્રિત સિંહ, સ્ટ્રાઇકર મનદીપ સિંહ, ડિફેન્ડર સુરેન્દર કુમાર અને જસકરણસિંહ, વરૂણ કુમાર અને ગોલકીપર કૃષ્ણ બહાદૂર પાઠક સામેલ છે.