મેડ્રિડ : સ્પેનિશ લીગ લા લીગાએ પ્રેક્ષકોને ઘર બેઠા ફુટબોલ સ્ટેડિયમ જેવો અનુભવ કરવાની વાત કહી છે. લા લીગાએ કહ્યું કે, 2019-20 સીઝનના બચેલા 11 મેચના દિવસે પ્રેક્ષકોને ઘરે બેઠા-બેઠા વર્ચ્યુઅલ સ્ટેડિયમમાં દેખાડવામાં આવશે અને પ્રેક્ષકોનો અવાજ પણ સંભળાશે.
લા લીગામાં ઉપયોગ થશે વર્ચ્યુઅલ સ્ટેન્ડ... - લા લીગા
લા લીગાએ એક નિવેદનમાં કહ્યું છે કે, 'મેચના પ્રસારણમાં ટેકનિકનો ઉપયોગ કરીને ખાલી સ્ટેડિયમમાં દર્શકોની હાજરી દેખાડવામાં આવશે. વર્ચ્યુઅલ ફેન્સ હોમ ટીમનો કલર પહેરી નજર આવશે, ત્યારે વર્ચ્યુઅલ દર્શકોની જગ્યાએ પૂરૂ સ્ટેડિયમ હોમ ટીમના કલરમાં નજર આવશે. તે દરમિયાન અલગ-અલગ સંદેશાઓ પણ દેખાડવામાં આવશે.’
લા લીગામાં ઉપયોગ થશે વર્ચ્યુઅલ સ્ટેન્ડ, ફૈન ઓડિયો
કોવિડ-19 મહામારીના કારણે માર્ચથી જ સ્થગિત પડેલી લા લીગા 11 જૂનથી ફરી શરૂ થઇ રહી છે. જેની તમામ મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. જેમાં પ્રથમ મેચ સેવિલાની મેચ રિયલ બેતિસ સામે થશે.