ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોરોના વાઇરસના કારણે UEFAના મેચ થયા સ્થગિત - યૂરોપા લીગ

ચેમ્પિયન્સ લીગ અને યૂરોપા લીગના દરેક મેચ આવનારા આદેશ સુધી રોકવામાં આવ્યા છે, પોતાના દરેક 55 રાષ્ટ્રીય ફુટબોલ સંધના મહાસચિવો સાથે વાતચિત કર્યા બાદ યૂએફાએ મેચ રદ કરવાનો નિર્ણય કર્યા છે.

કોરોના વાઇરસના કારણે UEFAના મેચ થયા સ્થગિત
કોરોના વાઇરસના કારણે UEFAના મેચ થયા સ્થગિત

By

Published : Apr 2, 2020, 5:03 PM IST

પેરિસઃ યૂરોપિયન ફુટબોલ સંધ(યૂએફા)એ કોરોના વાઇરસ મહામારીના કારણે ચેમ્પિયન્સ લીગ અને યૂરોપા લીગના બધા જ મેચો આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે અને જૂનમાં આયોજીત થનાર દરેક ઇન્ટરનેશનલ મેચો પણ રોકવામાં આવ્યા છે. જેમાં યૂરો-2020નો પણ સમાવેશ થાય છે.

યૂએફાની કાર્યકારી ઇકાઇએ બુધવારના રોજ પોતાના 55 રાષ્ટ્રીય ફૂટબોલ સંઘોના મહાસચિવો અને મુખ્ય કાર્યકારી સાથે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા વાત કરી હતી.

યૂરો-2020 પ્લેઓફનું આયોજન 26 માર્ચથી શરૂ થઇને 31 માર્ચ સુધી ચાલતુ હતુ, જેને હવે 4 જૂનથી 9 જૂન સુધી લંબાવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, યૂરોપ એલીટ ચેમ્પિયન્સ લીગ, યૂરોપા લીગના સેકેંડ ટિયર અને મહિલા ચેમ્પિયન્સ લીગને પહેલાથી જ સ્થગીત કરવામાં આવ્યા છે. આ પહેલા ચેમ્પિયન્સ લીંગ અને યૂરોપા લીગના 2019-20 સત્રના ફાઇનલ મેચમાં પ્રેક્ષકો વગર આયોજન કરવાનું નક્કિ કરવાનું વિચાર્યું હતુ, પણ યૂએફાએ તેને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details