નવી દિલ્હીઃ ફીફાએ WHO સાથે મળીને કોરોના વાઈરસથી બચવા જાગૃતતા અભિયાનની શરુઆત કરી છે. જેમાં વિશ્વના વિખ્યાત ફૂટબોલરો આ બિમારીના સંક્રમણથી બચવા લોકોને પાંચ કદમ ઉઠાવવાનો આગ્રહ કરી રહ્યાં છે.
સુનીલ છેત્રી સહિતના સ્ટાર ફૂટબોલરો COVID-19 વિરુદ્ધ ફીફાના જાગૃતતા અભિયાનમાં જોડાયા - પૂર્વ સ્ટાર ફૂટબોલરો
COVID-19 વિરુદ્ધ ફીફા દ્વારા શરુ કરવામાં આવેલા લોક જાગૃતતા અભિયાનમાં ભારતીય ફૂટબોલ કેપ્ટન સુનીલ છેત્રીને સામેલ કરવામાં આવ્યો છે. ફીફાના જાગૃતતા અભિયાનમાં પૂર્વ સ્ટાર ફૂટબોલરો તેમજ વર્તમાન 28 ફૂટબોલરો જોડાશે. ફીફાએ WHO સાથે મળીને કોરોના વાઈરસનાં સંક્રમણથી બચવા અને જન જાગૃતતા અભિયાન વિશ્વના પ્રસિદ્વ ફૂટબોલરોના નેતૃત્વ હેઠળ શરુ કર્યુ છે.
સુનીલ છેત્રી સહિતનાઓ અભિયાનમાં જોડાયા
"પાસ ધ મેસેજ ટૂ કિક આઉટ કોરોના વાઈરસ" જાગૃતતા અભિયાન અંતર્ગત ફૂટબોલરોએ લોકો પાસે આગ્રહ કર્યો કે, ખાંસી આવે તો મોં ઉપર રુમાલ રાખવો, ચહેરાને સ્પર્શ કરવો નહિ, શારીરિક દૂરી રાખવી તેમજ ઘરમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે. આ અભિયાનમાં લિયોનલ મેસ્સી, વિશ્વ કપ વિજેતા ફિલિપ લેમ, ઈકર કાસીયસ અને કાર્લ્સ પુયોલ સામેલ છે.