લંડન: પ્રીમિયર લીગે ખેલાડીઓની ટ્રાન્સફર વિન્ડની નવી તારીખ જાહેર કરી છે. નવી તારીખ અનુસાર ટ્રાન્સફર વિન્ડો 27 જુલાઈથી શરુ થશે. ઈંગ્લેન્ડમાં ગત્ત ટ્રાન્સફર વિન્ડો 1 જુલાઈથી શરુ થઈ હતી અને નવી સીઝનના પ્રથમ મેચ સુધી લીગ રમાઈ હતી.
ફુટબોલપ્રેમીઓ માટે સારા સમાચાર, પ્રીમિયર લીગે ટ્રાન્સફર વિન્ડોની તારીખ જાહેર કરી - ટ્રાન્સફર વિન્ડોની તારીખ
પ્રીમિયર લીગે ટ્વિટર પર એક નિવેદન આપ્યું હતું કે, પ્રીમિયર લીગ ફુટબોલમાં ખેલાડીની ટ્રાન્સફર વિંડો 10 અઠવાડિયા સુધી ચાલશે. આ લીગ 27 જુલાઈથી શરુ થશે અને 5 ઓક્ટોમ્બરના રોજ બંધ થશે.
પ્રીમિયર લીગે ટ્વિટર પર કહ્યું કે, "પ્રીમિયર લીગ ફુટબૉલમાં ખેલાડીઓની ટ્રાન્સફર વિન્ડો 10 અઠવાડિયા સુધી ચાલશે." આ પ્રીમિયર લીગ 27 જુલાઈથી રમાશે અને નવી સીઝન 5 ઓક્ટોમ્બરે બંધ થશે. નવી ટ્રાન્સફર વિન્ડો માટે હાલમાં ફુટબૉલની વૈશ્વિક સંસ્થા ફીફાથી મંજૂરી લેવી પડશે. બીજી બાજુ ફુટબોલપ્રેમીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. કતારમાં રમાનાર ફીફા વર્લ્ડકપ 2022ની મેચનો કાર્યક્રમ જાહેર કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, વર્લ્ડકપનું 2022માં આયોજન પ્રથમ વખત એક ખાડી દેશમાં થઈ રહ્યું છે. આ ખાડી દેશમાં રમાનારી મેચનો સમય ભારતીય દર્શકોને અનુકુળ હોય છે.
ટૂનામેન્ટનો પ્રથમ મેચ 21 નવેમ્બર 2022ના ભારતીય સમય મુજબ 3:30 કલાકથી અલ બાયત સ્ટેડિયમમાં થશે. આ સ્ટેડિયમની ડિઝાઈન અને નામ ગલ્ફ રીઝનમાં રહેનાર નાર્મેડિક લોકો દ્વારા ઉપયોગમાં લેનાર પારંપારિક ટેંટસના આધાર પર કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમાં 60 હજાર દર્શકોની ક્ષમતા છે. ગ્રુપ મેચનું આયોજન ભારતીય સમયનુસાર 3:30, 6:30, 9:30 (રાત્રે) અને 12:30 (રાત્રે) રાખવામાં આવ્યું છે. આ ગ્રુપ મેચના અંતિમ રાઉન્ડની મેચનું આયોજન 8:30 અને 12:30 કલાકે યોજાશે. ખલીફા સ્ટેડિયમમાં 17 ડિસ્મેબરના ત્રીજા સ્થાનના પ્લેઓફ મેચ રમાશે. જ્યારે ફાઈનલ 18 ડિસેમ્બરના 80 હજાર દર્શકોની ક્ષમતા વાળા લુસૈલ સ્ટેડિયમમાં ભારતીય સમયાનુસાર રાત્રે 8:30 કલાકે રમાશે.