બર્લિન: કોરોના વાઈરસને કારણે બંધ થયેલ બુંદેસલીગા ફૂટબોલ લીગ16 મેથી ફરીથી પ્રારંભ થઈ રહ્યો છે. આ લીગ યુરોપમાં આવી પહેલી મોટી ફૂટબોલ સ્પર્ધા છે, જે આ જીવલેણ મહામારી વચ્ચે રમાશે. જો કે, ફૂટબોલની આ બાકીની સીઝન દર્શકો વગર રમશે. સરકારે દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપી નથી.
COVID-19: 16 મેથી બુંદેસલીગા ફૂટબોલ લીગ રમાશે, મેદાનમાં દર્શકો નહીં હોય - Bundesliga
કોરોના વાઈરસને કારણે બંધ થયેલ બુંદેસલીગા ફૂટબોલ લીગ16 મેથી ફરીથી પ્રારંભ થઈ રહ્યો છે. આ લીગ યુરોપમાં આવી પહેલી મોટી ફૂટબોલ સ્પર્ધા છે, જે આ જીવલેણ મહામારી વચ્ચે રમાશે.
COVID-19: 16 મેથી બુંદેસલીગા ફૂટબોલ લીગ રમાશે
મીડિયા રિપોર્ટ અનુસાર, ખેલાડીઓ મેચ પહેલા તેમની વિરોધી ટીમ સાથે હાથ નહીં મિલાવે. તેમને જમીન પર થૂંકવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ખેલાડીઓ મેદાનમાં એકબીજા સાથે વાત નહીં કરી શકે. ડગઆઉટમાં માસ્ક પહેરવાનું ફરજિયાત છે. ખાલી સ્ટેડિયમમાં દર્શકો વગર મેચ રમવામાં આવશે.